gujarati in Bangkok thailand : ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ ઉપડી જાય. એવુ કહેવાય છે કે, પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ વાત જ કંઈક અલગ છે. પરંતું તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, પણ તમે ખોટા છો. થાઈલેન્ડ જવાનું મુખ્ય કારણ તેની રાતનો રંગીન માહોલ છે. થાઈલેન્ડમાં રાત પડે એટલે દુનિયા બદલાઈ જાય છે. એટલે જ તો, બેંગકોક, પતાયા જેવી જગ્યાઓ પર ગુજરાતીઓ જ સૌથી વધુ જોવા મળે છે. રંગીન મિજાજી ગુજરાતીઓ માટે થાઈલેન્ડ સ્વર્ગ જેવું છે. પરંતુ થાઈલેન્ડમાં સૌથી વધુ આકર્ષાતું સ્થળ છે બેંગકોક.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈલેન્ડના બેંગકોકની નાઈટ જુઓ તો તમે દુનિયા ભૂલી જાઓ છે. લોકો બીજી દુનિયામાં આવ્યાનો અહેસાસ કરે છે. નાઈટલાઈફના શોખીનો માટે આ સ્થળ જન્નતથી ઓછું નથી. દર વર્ષે દુનિયાભરમાંથી હજારો પર્યટકો અહીં આવે છે. આખે આખા ગ્રૂપ અહીં માત્ર નાઈટલાઈફ જોવા આવે છે.  


રંગીન મિજાજી ગુજરાતીઓ વારંવાર કેમ થાઈલેન્ડ જાય છે, ત્યાંની ગલીઓમાં એવું તો શું છે?


બેંગકોકનો ખાઓ સાન રોડની રોનક જોવા જેવી હોય છે. આ એરિયામાં ઢગલાબંધ હોટલો આવેલી છે. જે પ્રમાણમાં સસ્તી છે. ઓછા ખર્ચમાં રહેવાનુ સ્થલ શોધતા લોકો માટે આ બેસ્ટ સરનામું છે. ખાઓ સાન રોડ એરિયામાં તમામ બાર, રેસ્ટોરન્ટથી લઈને દુકાનો અને ટ્રાવેલ એજન્ટ્સ મળી રહે છે. 


આ રોડ પર દિવસના સમયે માહોલ થોડો ઠંડો હોય છે, પરંતુ જેમ જેમ રાત પડતી જાય તેમ પણ નાઈટ માર્કેટની રોનક વધી જાય છે. વાતાવરણમાં અલગ જાદુ છવાયેલો જોવા મળે છે. અહી જાઓ તો તમને ભીડમાં અનેક ભારતીયો અથડાશે, ખાસ કરીને ગુજરાતીઓનું પ્રમાણ વધુ જોવા મળશે. આ એરિયા આખો રાત ધમધમતો હોય છે. 


થાઈલેન્ડ જઈને ગુજરાતીઓ સૌથી પહેલા કરે છે આ કામ, જેનાથી પત્નીઓ બહુ ચીઢાય છે


રેડ લાઈટ એરિયાનો ક્રેઝ
ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે. જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.


થાઈલેન્ડ માટે આ પ્રવાસન ઉદ્યોગ પણ નફાકારક સાબિત થઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટુર મળી રહે છે. એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડ વિદેશી પર્યટકોની કમાણીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. અને ભારતીયોના કારણે થાઈલેન્ડને આ સ્થાન મળ્યું છે. જો આ પ્રકારે થાઈલેન્ડમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો રહેશેતો તે વિશ્વમાં પ્રથમ સ્થાન પર જલ્દી જ આવી જશે. 


ગુજરાતી પરણેલા પુરુષો વારંવાર થાઈલેન્ડ કેમ જાય છે, હકીકત જાણી પત્નીઓને લાગશે આઘાત


થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે. કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. આ દેશને લેન્ડ ઓફ સ્માઈલ એટલે કે, સ્માઈલ આપનારો દેશ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ગુજરાતીઓમાં વેકેશનની વાત આવે છે ત્યારે હંમેશા દરેક લોકોના મોઢે થાઈલેન્ડનું નામ જ આવે છે. ત્યાંની પ્રાકૃતિક સુંદરતા, પ્રાચીન મંદિર, સ્વાદિષ્ટ ખાવાનું અને નાઈટ લાઈફ સહેલાણીઓને પોતાના તરફ ખેંચે છે. થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો. 


થાઈલેન્ડના પર્યટનમાં તેજી લાવવામાં ભારતીયોનો ફાળો સૌથી વધુ છે. ભારતીયોને થાઈલેન્ડ પહોંચવુ પણ સરળ છે. ઓછા સમયમાં થાઈલેન્ડમા પહોંચી શકાય છે. થાઈલેન્ડના સુંદર બીચ ભારતીયોને પોતાની તરફ આકર્ષે છે. નવી દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક માટે સરળતાથી ફ્લાઈટ મળી રહે છે. જેના માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે. 


ગુજરાતીઓ થાઈલેન્ડ કેમ વધારે જાય છે? કારણો જાણીને હક્કા બક્કા રહી જશો