લાજશરમ વગરની માતા... દીકરીએ સગાઈ તોડી તો 15 વર્ષ નાના જમાઈ સાથે ઘર માંડી લીધું!
ટેકનોલોજીના યુગમાં માનવ સંબંધોની હત્યા થઈ રહી છે. સંબંધોમાં કોઈ સન્માન નથી રહ્યું, ન તો કોઈ મર્યાદા રહી છે. સંતાનોને સંસ્કારના પાઠ ભણાવતા માતાપિતા જ હવે શરમને નેવે મૂકી રહ્યાં છે. પાલનપુરનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માતાએ જ લાજ લજવી છે. બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વિધવા મહિલાની દીકરીએ સગપણ તોડી નાખતા તેની માતા જ જમાઈ સાથે ઘર માંડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
પાલનપુર :ટેકનોલોજીના યુગમાં માનવ સંબંધોની હત્યા થઈ રહી છે. સંબંધોમાં કોઈ સન્માન નથી રહ્યું, ન તો કોઈ મર્યાદા રહી છે. સંતાનોને સંસ્કારના પાઠ ભણાવતા માતાપિતા જ હવે શરમને નેવે મૂકી રહ્યાં છે. પાલનપુરનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માતાએ જ લાજ લજવી છે. બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વિધવા મહિલાની દીકરીએ સગપણ તોડી નાખતા તેની માતા જ જમાઈ સાથે ઘર માંડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
બન્યુ એમ હતું કે, બનાસકાંઠા 181 અભયમને પાલનપુરના એક ગામમાંથી મદદ માટે કોલ આવ્યો હતો. આ સમસ્યા જાણીને અભયમની ટીમ પણ ચોંકી ગઈ હતી. અભયમને કોલ આવ્યો હતો કે, એક 46 વર્ષીય મહિલાએ તેના થનારા જમાઈ સાથે ઘર માંડ્યુ છે. યુવકની ઉંમર 30 વર્ષ છે. જ્યારે કે, મહિલા વિધવા છે અને તેને ચાર સંતાનો છે. છતાં મહિલાએ આવુ પગલુ ભરતા આસપાસના લોકો ચોંકી ગયા હતા.
આ પણ વાંચો : નરેશ પટેલનું આજે કોકડું ઉકેલાશે, કાગવડથી કરશે રાજકારણની ખાસ જાહેરાત
અભયમની ટીમે તપાસ કરતા જાણ્યું કે, ચાર વર્ષ પહેલા આ વિધવા મહિલાની દીકરીના લગ્ન માટે એક યુવક જોવા આવ્યો હતો. બંનેએ એકબીજાની પસંદગી કરતા સગાઈ કરાઈ હતી. અઢી માસ સુધી આ સગાઈ ટકી હતી. જેના બાદ દીકરીને યુવક પસંદ આવ્યો ન હતો, અને તેણે સગાઈ તોડી નાંખી હતી. પરંતુ અહીં સંબંધો પૂરા કરવાને બદલે દીકરીની વિધવા માતાએ એ જ યુવક સાથે સંસાર માંડ્યુ હતું. ત્યારે આ વાત ચર્ચાને ચગડોળે ચઢી હતી.
આ પણ વાંચો : તમારા સંતાનોને સાચવો... સુરતમાં મોબાઇલ ફોનના વળગણે બે સગીરના જીવ લીધા
વિધવા માતાએ 30 વર્ષના યુવક સાથે મંદિરમાં જઈને ફૂલહાર કર્યા હતા અને ચાર વર્ષથી સાથે રહેતા હતા. જોકે, આ મામલે આખરે પરિવારમાં હોબાળો થતા વાત અભયમ સુધી પહોંચી હતી. જ્યાં સમાજના અગ્રણીઓ અને અભયમની ટીમે મહિલાને સમજાવી હતી. જેના બાદ મહિલા યુવકને છોડવા અને પોતાના સંતાનો પાસે પાછી જવા માની ગઈ હતી. 181 ની સમજાવટને પગલે હવે સમાજના અગ્રણીઓ દ્વારા મહિલાને મૂળ સાસરીમાં તેના સંતાનો પાસે મૂકવા તજવીજ હાથ ધરી છે.