Vadodara News જયંતી સોલંકી/વડોદરા : વડોદરાના સમા વિસ્તારમાં પ્રેમમાં પડેલા દિયર-ભોજાઈએ પતિની હત્યા કરી નાખતા હડકંપ મચી જવા પામ્યો છે. સંસ્કારી નગરી વડોદરામાં પ્રેમ સંબંધના કારણે ગઈ રાતે હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. સમા વિસ્તારમાં દિયર સાથે આડો સંબંધ ધરાવતી પરણીતાએ દિયરની મદદ લઈ પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે પોલીસે તપાસના આધારે બંનેનો ખેલ ખુલ્લો પાડ્યો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા ન્યુ સમા રોડ વિસ્તારમાં ચાણક્યપુરી પાસે ડિફેન્સ કોલોની-2 રહેતા અને કલરકામ કરતા 35 વર્ષના હરી ગોવિંદ હુબ્બલાલ યાદવ મૂળ યુપીના ફિરોઝાબાદના વતની હતા. તે સાધના નામની ડિવોર્સી મહિલા સાથે પ્રેમ લગ્ન કરી રહેતા હતા. હરી ગોવિંદનો નાનો ભાઈ ધર્મેન્દ્ર પણ વડોદરામાં રહેતો હતો અને સાધનાના પ્રેમમાં પડ્યો હતો. બંને દિયર ભોજાઈ કલાકો સુધી વાત કરતા હતા અને મજાક મસ્તી કરતા હોવાથી પતિને શંકા ગઈ હતી. જેથી હરી ગોવિંદ પત્નીને ઠપકો આપી મારઝૂડ પણ કરતો હતો. હરિ ગોવિંદની કનડગત વધી જતા સાધના અને ધર્મેન્દ્રએ કાંટારૂપ બનેલા હરી ગોવિંદને ઠેકાણે પાડી દેવા નક્કી કર્યું હતું. ગઈ રાત્રે હરિ ગોવિંદ સુઈ ગયો ત્યારબાદ સાધનાએ ધર્મેન્દ્રને ફોન કરી જાણ કરી હતી અને થોડીવારમાં જ ધર્મેન્દ્ર ઘેર આવી ગયો હતો. 


ગુજરાતમાં એવું તો શું થયું કે ગૃહમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી, તપાસના આદેશ આપ્યા


રાત્રિના પોણા બાર વાગ્યાના અરસામાં સમા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડિફેન્સ કોલોનીના ઉપરોક્ત મકાનમાં મારામારી થતી હોવાની માહિતી કોઈકે પોલીસને આપી હતી. તેથી પોલીસ મકાનમાં પહોંચી હતી અને દરવાજો ખોલાવ્યો હતો. આ વખતે સાધના અને ધર્મેન્દ્ર સ્થળ પર જ મળી આવ્યા હતા. જ્યારે હરિ ગોવિંદની લાશ જમીન પર પડેલી હતી. 


બનાવ અંગે પોલીસે પ્રાથમિક તપાસ કરતા હરી ગોવિંદને ઊંઘમાં જ તેના ભાઈએ ગળુ દબાવી મારી નાંખ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. જ્યારે સાધનાએ પતિના હાથ પકડી રાખ્યા હતા અને ઝપાઝપીમાં સામેલ હતી. પ્રેમીઓ ભાઈના ગુપ્તાંગ પર લાતો મારી હતી


ઉલ્લેખનીય છે કે સમા વિસ્તારમાં બનેલો આ હત્યાનો ચકચારી બનાવ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે પ્રેમમાં પડેલા દિયર-ભોજાઈએ પતિની હત્યા કરી નાંખતા આપણી સામાજિક વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે.


આ દ્રશ્યો બતાવી શકાય તેવા નથી, મહિલાના હાથપગ બાંધીને નિર્વસ્ત્ર ગટરમાં લાશ ફેંકી