રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાં ‘પતિ,પત્ની ઔર વો’ જેવી ઘટના સામે આવી હતી. શહેરના જાગનાથ વિસ્તારમાં આવેલા એક કોપ્સલેક્ષમાં પતિ તેની પ્રેમિકા સાથે ઝડપાઇ જતા તેની પત્નીએ હલ્લો માચાવ્યો હતો. અને યુવતી સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે વધારે હલ્લો થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. રાજકોટના જાગનાથ વિસ્તારનો નેપાળી યુવકને તેની પત્ની કોઇ પર સ્ત્રી સાથે ઝડપી લેતા પત્નીએ જાહેરમાં જ યુવતીનો ઉધડો લીધો હતો. અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. પતિ પત્ની અને પ્રેમિકા વચ્ચે ચાલી રહેલાનો વીડિયો વાયરલ થયો છે.