તેજશ મોદી, સુરત: અનેક અરમાનો સાથે યુવતી પોતના પતિ સાથે સાસરે જતી હોય છે. તેને એવો વિશ્વાસ હોય છે કે તેને પિયર જેવો જ પ્રેમ અને હુંફ સાસરે પણ મળશે, પરતું સુરતની એક પરણીતાને એવો કડવો અનુભવ થયો છે, કે રીતસરની ફફડી છે. આ પરિણીતા પર શંકા રાખી તેના પતિએ મોબાઈલમાં જાસુસી કરનારી એપ નાંખી હતી તો બેડરૂમમાં સીસી કેમેરા ગોઠવી દીધા હતા. એટલું જ નહીં પતિએ બેડરૂમના અંગત પળોનું પણ રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આખરે ત્રાસેલી પરણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: BJP કોર્પોરેટરની હોસ્પિટલમાં એક યુવાનનું મોત, પરિવારજનોએ કરી તોડફોડ


આ યુવતીનાં લગ્ન ડિસેમ્બર 2017માં આકાર મહેન્દ્રસિંહ ચાવડા સાથે થયા હતા. આકારનો પરિવાર કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. લગ્ન બાદ બંને પતિ-પત્ની હનીમૂન માટે સિંગાપોર ગયા હતા. ત્યાં આકાર તેની મિત્ર કૃપા બાબતે વાત કરી હતી. જેમાં કૃપાનાં ઘરની પાર્ટીમાં આકાર એકલો જ ગયો હતો. તેની પત્નીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે નારાજગીથી આકાર ગુસ્સે ભરાયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આકારે પોતાની પત્નીને એટલો માર માર્યો કે તે બેભાન થઇ ગઈ હતી.


જોકે પોતાના પતિ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ પત્નીએ તેના માતા-પિતાને કરી ન હતી. આ ઝઘડાની જાણ આકારની માતાને થઇ હતી, જેથી તેમને પોતાની વહુને ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. જેમાં સસરા મહેન્દ્રસિંહ પણ મદદ કરતા હતા. તમામ સાસરિયાઓ પરણીતાને હેરાન કરવા માટે તેના બેડરૂમમાં સીસીટીવી કેમેરો પણ લગાવી દીધો હતો.


વધુમાં વાંચો: ગુજરાતભરમાં આ રીતે આપતા ચોરીને અંજામ, ક્રાઇમ બ્રાંચે કરી બેની ધરપકડ


આકારે બેડરૂમની અંગત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે ફેસબુક ઉપર પણ તેને કોમેન્ટો કરી હતી. આમ પતિ અને સાસરિયાઓથી ત્રાસી ગયેલી પરણીતાએ પતિ આકાર, સાસુ અને સસરા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પતિ દ્વારા પત્નીને ફેસબુક પર પણ તેના ચરિત્ર અંગે અનેક કોમેન પણ કરવામાં આવી છે અને પોલીસે દહેજની ફરિયાદ માત્ર લીધી હતી.


આકારે લગ્ન નક્કી થયા બાદ વેલેન્ટાઇન-ડે પર પોતાની થનારી પત્નીને ભેટમાં ફોન આપ્યો હતો. જોકે આકારે મોબાઈલમાં જાસૂસી કરવાનું સોફ્ટવેર પણ ડાઉનલોડ કર્યું હતું. જેથી પરણીતાની ઉપર સાસરિયાઓ નજર રાખી શકે. પરણીતાનું કહેવું છે કે આ સોફ્ટવેર અંગે તેને આ સમગ્ર ઘટના બન્યા બાદ જ ખબર પડી હતી. તે હેરાન છે કે જો શંકા હતી તો પછી શા માટે લગ્ન કર્યા. આ સમગ મામલે પરણિતાનો પરિવાર પણ ચિતામાં પડી ગયો છે અને પોલીસ પાસે ન્યાયની માંગણી કરી રહ્યો છે.


વધુમાં વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી યુવતીઓને મોકલાતી દુબઇ, બે મહિલા સહિત 6ની ધરપકડ


પરણીતાનો સમગ્ર મામલે એવો પણ આરોપ છે કે તેના પતિના અન્ય યુવતી સાથે સબંધ છે અને તે બાબતે બોલતા તેને હેરાન કરવામાં આવે છે. તેનું એવું પણ કહેવું છે કે અનેક વખત ચક્કર કાપ્યા બાદ પોલીસે ફરિયાદ તો લીધી પણ માત્ર દહેજની જ ફરિયાદ નોંધી છે. આ મામલે મહિલાની ફરિયાદ બાદ પતિનો ફોન અને લેપટોપ હાલ કબજે કરી FSL મોકલી આપ્યા છે. 


પોતાના પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી પરણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે પરણીતા અને તેના માતા-પિતા એક અપેક્ષા પોલીસ પાસે રાખી રહ્યા છે, કે તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેથી બીજી કોઈ પરણીતા સાથે આવી ઘટના ન બને.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...