ઉદય રંજન/અમદાવાદ: બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો. જી હા...અમદાવાદના વેજલપુરમાં પત્નીએ પોતાના પ્રેમી અને મિત્ર સાથે મળીને પતિની હત્યા કરવાના ગુના માં વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદની વેજલપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલ યુવતી અને બે યુવકો હત્યાના આરોપીઓ છે. જેમાં યુવતીનું નામ સ્નેહલ રાઠવા છે અને તેનો પ્રેમી વિશાલ પઢિયાર અને તેનો મિત્ર જીગ્નેશ આ ત્રણેય એ અનિલ રાઠવાની હત્યા કરી હતી. સ્નેહલ રાઠવા મૃતક અનિલ રાઠવાની પત્ની છે અને વિશાલ પઢીયાર સ્નેહાનો બાળપણનો પ્રેમી છે અને જીગ્નેશ પ્રેમી આરોપી વિશાલ પઢીયારનો મિત્ર હોવાનું વેજલપુર પોલીસની તપાસમાં સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ


પોલીસ તપાસમાં નીકળેલ હત્યાના બનાવની વાત કરીએ તો સ્નેહલ રાઠવા અને મૃતક અનિલ રાઠવાના વર્ષ 2023ના એપ્રિલ માસમાં સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા પણ આ લગ્નથી આરોપી પત્ની સ્નેહા રાઠવા ખુશ ન હતી. આ વાત તેના બાળપણના પ્રેમી વિશાલ પઢીયારને કરી હતી અને વારંવાર દબાણ કરી રહી કે તે આ લગ્નથી ખુશ નથી. જેથી તેનો આ લગ્ન જીવનમાંથી છુટકારો કરાવે ત્યારે છુટકારો કરવા માટેથી બને છેલ્લા એક માસથી હત્યા કરવાનું કારસો ઘડી રહ્યા હતા. 



જેમાં પહેલા જમવામાં કોઈ દવા નાખીને હત્યા કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ગઈ રાત્રીએ વિશાલ પઢિયાર અને સ્નેહા રાઠવાએ નક્કી કર્યું હતું કે ગળું દબાવી હત્યા કરીશું. જેના માટેથી સ્નેહા રાઠવાએ તેના પ્રેમી વિશાલ પઢીયારને વડોદરાથી હત્યા કરવા માટે અમદાવાદ ખાસ બોલાવ્યો હતો. વિશાલ પોતાના મિત્ર જીગ્નેશને મદદ માટે સાથે લાવ્યો હતો અને રાત્રે 11 વાગે વિશાલ અને તેનો મિત્ર જીગ્નેશ બાઈક લઇને અમદવાદ આવા માટે નીકળયા હતા. 


મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય


રાત્રે 2 વાગે વિશાલ અને જીગ્નેશ બંને પહોંચી ગયા હતા. આ દરમિયાન સ્નેહા અને વિશાલ સતત ફોન અને વૉટ્સઍપ ચેટથી જોડાયેલા હતા અને વાત કરી રહ્યા હતા. અનિલ અને સ્નેહા વેજલપુર ભાડાના મકાનમાં રહેતા ત્યાં પોહચી ગયા હતા અને મૃતક અનિલ રાઠવા ઊંઘી જ્યા તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સ્નેહાએ પતિ અનિલ ઊંઘી ગયો છે. તેનો ફોટો મોકલ્યો અને મેસેજ કર્યો ત્યારે વિશાલ અને જીગ્નેશ બંને ઘરમાં પ્રવેશીને સ્નેહાએ પોતાનો જ દુપ્પટો આપ્યો હતો. 


જેનાથી વિશાલ અને જીગ્નેશ એ મૃતક અનિલ રાઠવાનું ગળું દબાવીને હત્યા કરવા પ્રયાસ શરુ કર્યો, ત્યારે અનિલ જાગી જતા પ્રતિકાર કર્યો હતો. વિશાલ પાસે રહેલ છરીથી પણ હુમલો કર્યો હતો અને અનિલ રાઠવાને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. ત્યાંથી બંને ફરાર થઇ ગયા હતા. 


બજેટમાં ઘર ખરીદનારાઓને મળી શકે છે સારા સમાચાર, સરકાર કરી શકે છે આ જાહેરાત



હત્યા કર્યા બાદ વિશાલ અને જીગ્નેશ વડોદરા ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ અનિલની પત્ની સ્નેહાએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી કે તેના ઘરમાં કોઈ બે અજાણ્યા લોકો પ્રવેશીને લૂંટના ઇરાદે તેને અને તેના પતિને કોઈ મારીને ફરાર થઇ ગયા છે. ઘટના સ્થળ પર વેજલપુર પોલીસ પહોંચીને તપાસ કરે છે ત્યારે ઘટના સ્થળ પર કોઈ લૂંટ થયાના પુરાવા મળ્યા ન હતા અને સ્નેહાનો ફોન તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના કારણે પોલીસને શંકા ગઈ કે કોઈ લૂંટનો બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું નથી. સ્નેહાની મહિલા પોલીસ સાથે રાખીને કડક હાથે પૂછપરછ કરતા પડી ભાંગી હતી અને પોતે જ પતિની હત્યા પ્રેમી સાથે મળીને કરાવી હોવાની કબૂલાત કરી હતી હતી. 


ગુજરાતમાં ચોમાસું આ વિસ્તારોમા ભૂક્કા કાઢી નાંખશે! 10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદ પડશે


વેજલપુર પોલીસે તાત્કાલિક એક ટીમ વડોદરા ખાતે રવાના કરી હતી. ત્યાંથી વિશાલ અને જીગ્નેશની ગણતરીના કલાકમાં ધરપકડ કરી હતી. પોલીસને પુરાવા તરીકે જે દુપટ્ટાથી હત્યા કરી તે કબ્જે કર્યો છે. સાથે જ બંનેના મોબાઈલમાંથી હત્યાના કારસો ઘડ્યો હતો, તેની ચેટ પણ મળી આવી છે.