ચેતન પટેલ/સુરત :સુરત જહાંગીરપુરા વિસ્તારમાં અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને બાળકો ન થતા પતિએ ભુવા પાસે તેને ડામ અપાવ્યા હતા. આ ઘટના બાદ પત્ની આઘાતમાં આવી જઇ આત્મહત્યા કરી. હતી. તેની માતાએ ફરિયાદ નોંધવતા પતિની કરતૂત બહાર આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Pics : ખેતી માટે પાણીની માંગણી કરવા બોટાદના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના જહાંગીર પુરામાં દિપક રાઠોડ અને કોમલ નામનુ દંપતી રહેતુ હતું. કોમલને સંતાન થતા ન હતા. તેથી તેનો પતિ દિપક તેને ભૂવા પાસે લઈ ગયો હતો. જેમાં ભૂવાએ કોમલને શરીરના કેટલાક ભાગ પર ડામ આપ્યા હતા. આ ઘટના બાદ કોમલ આઘાતમાં આવી ગઈ હતી અને તેણે આત્મહત્યા કરી હતી. 


Breaking : હવેથી મોલ-મલ્ટિપ્લેક્સમાં નહિ આપવો પડે પાર્કિંગ ચાર્જ, HCનો મહત્વનો નિર્ણય


દીકરીના મોત વિશે સાંભળીને તેની માતાએ આભ ફાટે તેવું આક્રંદ કર્યું હતું. તેની માતાએ વિશે પોલીસમાં ફરિયાદ કરી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણા કરવા અંગેની ફરિયાદ નોઁધાઈ છે. આ મામલે જહાંગીરપુરા પોલીસે પતિ દિપક રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :