ઝી બ્યુરો/અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ કસ્ટમ હાઉસ કમિશનરની કચેરી ખાતે એક મહિલાએ હોબાળો મચાવતા હેડ હવાલદાર એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી! અંબાલાલ પટેલે કહ્યું; આ તારીખોમાં છે વરસાદી આફત


મહિલાની માંગ છે કે તેના પતિની જામનગર ખાતે જે બદલી કરવામાં આવી છે તેની અમદાવાદ ખાતે પરત બદલી કરવામાં આવે. તેનો પતિ ઇન્સ્પેકટર તરીકેની ફરજ બજાવે છે. તેને લઈને તેઓ છેલ્લા એક મહિનાથી કમિશનરને મળવાની જીદ પકડીને અવાર નવાર અધિકારીઓને મળવા માટે આવતા હતા અને ઓફિસના કામમાં અડચણ ઊભું કરીને તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું કરતા હતા. 


ગુજરાતના 14 જિલ્લાના ખેડૂતોને 30 કરોડની મળશે સહાય: દરેક ખેડૂતને મળશે 5400ની કીટ


મહિલા અવારનવાર કસ્ટમ હાઉસની ઓફિસે આવીને ધમકી આપતી હતી કે જો તમે તેના પતિની બદલી અમદાવાદ શહેર ખાતે પરત નહીં કરાવી આપે તો આત્મહત્યા કરી લઈશ. જો કે તેને રોકવાનો પ્રયત્ન કરે તો તેમની સાથે પણ કારણ વગર ઝઘડો કરતા અને હુમલો કરવાની તૈયારી દર્શાવતા હતા. તેમ જ સ્ટાફની ચેમ્બરમાં આવી જોર જોરથી બૂમો પાડીને સ્ટાફને માનસિક રીતે હેરાન કરતા હતા. 


ગુજરાતના 21 સહિત કુલ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે પીએમ મોદી રાખશે આધારશિલા


જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસ એ ફરિયાદ નોંધીને મહિલાની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે. મહિલાને તેના પતિ સાથે ઘર કંકાસ ચાલતો હોવાનું પણ સામે આવ્યું છે.