પત્ની પીડિત પુરૂષ: શ્રીમંત પરિવારની મહિલા રોજ દારૂ પી પોતાના પતિ સાથે કરતી એવું કામ કે...
સામાન્ય રીતે પતિ દ્વારા દારૂ પીને પોતાની પત્ની સાથે મારઝુડ કરવામાં આવતી હોય છે. આવા અનેક કિસ્સાઓ વારંવાર માધ્યમોમાં પણ ચમકતા રહે છે. જો કે આજે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મહિલા દારૂ પીને પોતાના પતિને ધમકાવતી હોવાની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. પતિ દ્વારા પોતાની જ પત્ની વિરુદ્ધ દારૂ પીધા બાદ મારઝુડ અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ : સામાન્ય રીતે પતિ દ્વારા દારૂ પીને પોતાની પત્ની સાથે મારઝુડ કરવામાં આવતી હોય છે. આવા અનેક કિસ્સાઓ વારંવાર માધ્યમોમાં પણ ચમકતા રહે છે. જો કે આજે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મહિલા દારૂ પીને પોતાના પતિને ધમકાવતી હોવાની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. પતિ દ્વારા પોતાની જ પત્ની વિરુદ્ધ દારૂ પીધા બાદ મારઝુડ અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે CCTV ફુટેજ માંગતા સાંઇ મંદિરના ઇકબાલે કહ્યું તમામના ટોપી પટ્ટા ઉતરી જશે
શહેરના મણીનગર વિસ્તારમાં એક યુવકે પોતાનાં પરિવાર વિરુદ્ધ જઇને 2018માં પ્રેમ લગ્ન કર્યા હતા. પત્ની સાથે અલગ મકાનમાં રહેવા લાગ્યો હતો. જો કે ધીરે ધીરે પરિવાર સાથે વ્યવહાર ચાલુ થયો હતો. જો કે લગ્નના થોડા સમય બાદ જ પોતાની પત્ની દારૂ પીવાની ટેવ હોવાની પતિને જાણ થઇ હતી. જેથી યુવક પોતાની પત્ની સાથે પોતાના પરિવાર સાથે રહેવા જતો રહ્યો હતો. જો કે અહીં પોતાની આદતો પુરી કરવા માટે યુવતીએ સાસુ સસરાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
કોરોના મુદ્દે અંધેરી નગરી અને ગંડુરાજા, મોતના આંકડામાં ગોલમાલ, સવાલ ઉઠતા માહિતી જ બંધ કરી
યુવતી વારંવાર દારૂ પી પતિના કારખાને પહોંચી જતી હતી. બિભત્સ ગાળો ભાંડતી હતી. જેથી યુવકે વારંવાર સમજાવવા છતા તેની પ્રવૃતી ચાલુ રાખી હતી. દરમિયાન યુવકના પિતાને કોરોના થતા તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા હતા. જો કે યુવતીએ તેને પિતાની સારવાર માટે પણ જવા દીધા નહોતા. આ મુદ્દે માથાકુટ થતા યુવતીએ દારૂ પી પોતાના જ પતિને માર માર્યો હતો.
સુરત કાપડના માર્કેટમાં ટેન્ટ-શમિયાનાના વેપારીઓને 300 કરોડનું નુકસાન
પતિ જો કાંઇ પણ કરશે તો દહેજ અને માનસિક પ્રતાડનનો કેસ દાખલ કરી આખા પરિવારને ફીટ કરવાની ધમકી પણ આપી હતી. જો કે રોજની માથાકુટથી કંટાળેલા પતિએ આખરે પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની વિરુદ્દ અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ સમાધાન થતા ફરી એકવાર સાથે રહેવા લાગ્યા હતા. જો કે ફરીવાર તે જ પ્રવૃતી ચાલુ કરતા પતિએ આખરે ફરી અરજી કરી પોતાને બચાવવા માટે પોલીસને અપીલ કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube