હિતલ પારેખ/ગાંધીનગર :અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ની કરુણાંતિકા મામલે તપાસનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી શકે છે. જોકે તપાસ રિપોર્ટ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ અને શહેરી વિકાસ વિભાગના મુકેશ પુરીનું ભેદી મૌન જોવા મળ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રિપોર્ટ સોંપ્યો કે નહીં તે સંદર્ભે કોઈ કશું બોલવા તૈયાર નથી. કર્મયોગી ભવનમાં ગૃહ વિભાગના યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે રિપોર્ટ સોંપ્યો કે નહીં તેની ઉપર પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. શ્રેય હોસ્પિટલના સંચાલકોને બચાવવા માટે વહીવટી તંત્ર કામ કરી રહ્યો હોય તે રીતે બંને ઉચ્ચ અધિકારીઓએ ભેદી મૌન જાળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની હૉસ્પિટલમાં આગ લાગ્યા બાદ મુખ્યમંત્રીએ તપાસ કરી 3 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો. આજે મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવાનો હતો, પરંતુ અધિકારીઓ કાંઈ જ બોલવા માટે તૈયાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રેય હોસ્પિટલનો રિપોર્ટ હજુ સુધી સબમિટ થયો નથી. ત્યારે આજે સાંજ સુધીમાં અધિકારીઓ રિપોર્ટ આપશે તેવી સંભાવના છે. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આ રિપોર્ટ આજે સાંજ સુધીમાં સોંપાઈ શકે છે. 


Big Breaking : ગુજરાતમાં આવતીકાલથી માસ્ક ન પહેરનાર પાસેથી 1000નો દંડ વસૂલાશે


શ્રેય હોસ્પિટલ અગ્નિ કાંડ મામલામાં ફાઇનલ તપાસ રિપોર્ટ તૈયાર કરતા પહેલા જુદા જુદા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરી રિપોર્ટને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ગઈકાલે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગ કાફલાએ શ્રેય હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલના  સમગ્ર વાયરીંગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. શોટસર્કિટથી આગ લાગી હતી કે નહિ તે મામલે તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી હતી. અમદાવાદના મહિલા અધિકારીઓ સહિત 4 લોકોની ટીમે નિરીક્ષણ કર્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં ફાટી નીકળેલી આગમાં 8 કોરોના દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. શ્રેય હોસ્પિટલની કરુણાંતિકા બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટી ચેક કરવાના આદેશ અપાયા હતા. પરંતુ શ્રેય હોસ્પિટલની આગ અંગે ફાયર વિભાગ દ્વારા પણ કાચુ કપાયું હોય તેવં સામે આવ્યં હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર