ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ હવે ગરમાઈ રહ્યો છે. વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ તમામ વાતો વચ્ચે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલના તેવર બદલાયેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, તેણે આજે એક ખાનગી સમાચારપત્રને આપેલા ઈન્ટરવ્યુમાં ભાજપના ભરપૂર વખાણ કર્યા છે. હાર્દિકે કહ્યું કે વિકલ્પ હંમેશા હોય જ છે અને મારે ભવિષ્ય પણ જોવાનું છે. હાર્દિકે ભાજપ નેતૃત્વના નિર્ણય લેવાની ક્ષમતાની ભરપૂર પ્રશંસા કરી છે. તેણે એવું પણ કહ્યું કે, ભાજપે કાશ્મીરમાંથી 370 હટાવી અને રામ મંદિર બનાવી રહ્યા છે. આ પગલું સરાહનીય છે અને સારા કામને હંમેશાં બિરદાવવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલે ભાજપની વાહવાહી કરતા જણાવ્યું હતું કે, વિપક્ષને જનતાની ચિંતા કરવાની હોય, આપણે વિપક્ષમાં નિષ્ફળ થઈએ તો લોકો વિકલ્પ શોધતા હોય છે. આપણે તે વાતનો સ્વિકાર કરવો પડે. એના માટે આપણે આપણી રણનીતિ બદલવાની વિચારસરણી કરવી પડે, જે દિવસે રાજકીય નિર્ણયની તૈયારી હશે ત્યારે કહીશ. હાર્દિકે વધુમાં જણાવ્યું કે, હું રઘુવંશી કુળના પરિવારમાંથી આવું છું. મારામાં હિંદુત્વ છે. અમે હિંદુત્વથી સાથે હજારો વર્ષોથી જોડાયેલા છીએ. પાર્ટીમાં મેં મારી ચિંતાની વાત કરી છે. આશા રાખું છું કે હાઈકમાન્ડ મારી વાત સાંભળશે. મને વ્યક્તિગત કોઈનાથી નારાજગી નથી. 


Kutchi Film in IGFF 2022: કચ્છના ઐતિહાસિક રોહા કિલ્લા પરની ફિલ્મ ગુજરાતી ફિલ્મોત્સવ માટે પસંદ, જાણો તેનો ભવ્ય ઈતિહાસ


હાર્દિકે ભાજપના વખાણ કર્યાં 
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જાહેરમાં ભાજપના વખાણ કર્યાં છે. હાર્દિક પટેલે ભાજપના વખાણ કરતા કહ્યું કે, ભાજપે ઘણા નિર્ણયો સારા લીધા છે. જે દિવસે રાજકીય નિર્ણયની તૈયારી હશે ત્યારે કહીશ. વિપક્ષે જનતાની ચિંતા કરવાની હોય, વિપક્ષ નિષ્ફળ થાય ત્યારે લોકો વિકલ્પ શોધતા હોય છે. પક્ષમાં મેં મારી ચિંતાની વ્યક્ત કરી છે. આશા રાખું છું કે હાઈકમાન્ડ મારી વાત સાંભળશે. નારાજગી વ્યક્તિગ ત કોઈનાથી નથી, પ્રદેશના નેતૃત્વથી નારાજગી  છે. જોકે, હાર્દિક પટેલે ભલે ભાજપના વખાણ કર્યા હતા, પણ ભાજપમાં જોડાવવાની અટકળોને ફગાવી હતી. 


પોતાને રામભક્ત ગણાવતા હાર્દિક પટેલે કહ્યું છે કે મને હિન્દુ હોવાનો ગર્વ છે. બીજી બાજુ ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે હાર્દિકના વખાણ કર્યા છે. પાટીલે કહ્યું કે, આખો દેશ પીએમ નરેન્દ્ર મોદીના વિઝન સાથે છે અને લોકો ભાજપની વિચારધારાથી પ્રભાવિત છે. 2014થી પીએમ મોદી દેશ સેવાના કામમાં લાગેલા છે. ઘણા લોકો તેમનાથી પ્રભાવિત છે. હાર્દિક પટેલે જનતાની વચ્ચે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે સારી વાત છે. એવા ઘણા લોકો છે જે બોલતા નથી.


ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2023માં સ્કૂલો ક્યારથી શરૂ કરાશે? શાળા સંચાલક મંડળે નિર્ણયને આવકાર્યો


હાલની સ્થિતિને જોતા હવે સવાલો ઉઠી રહ્યા છે કે, શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ શકે છે? હાર્દિક પટેલ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, અમારી પાસે ઘણા વિકલ્પો છે. અત્યારે મારી ઉંમર માત્ર 28 વર્ષની છે. ગુજરાતમાં અમને આગામી 40 વર્ષ માટે નેતૃત્વની તક આપશે. વિરોધમાં રહીને મેં જે આંદોલન કર્યું તે મારી ફરજ હતી. ભવિષ્યમાં જ્યારે પણ હું ચૂંટાઈશ ત્યારે ગુજરાતનો વિકાસ મારું લક્ષ્ય રહેશે. ભાજપના નેતૃત્વમાં નિર્ણય લેવાની ક્ષમતા છે અને હું તેમના સારા મુદ્દાઓ સાથે સહમત છું. 


હાર્દિકે ઉમેર્યું હતું કે, હું એ પણ કહેવા માંગુ છું કે હું આ બધી વાતો સત્તાની લાલચમાં નથી કહી રહ્યો. ભાજપ એક એવી પાર્ટી છે જે સંગઠન પર ઘણું કામ કરે છે. મોબાઈલમાં અપડેટની જેમ બીજેપી પણ નવા અપડેટ લઈને આવે છે.


સાબરમતી નદીના પ્રદુષણ વિવાદ મામલે કોર્ટેમાં જોઈન્ટ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજૂ કર્યો, કોર્ટ મિત્રે એવો ખુલાસો કર્યો કે....


જ્યારે હાર્દિકને પૂછવામાં આવ્યું કે શું તે કોંગ્રેસથી નારાજ છે? આ સવાલનો જવાબ આપતા હાર્દિકે જણાવ્યું કે, હું નારાજ નથી. પરંતુ જ્યારે કોઈ બાબત હોય ત્યારે આપણે ખુલીને વાત કરવી જોઈએ. જ્યારે ડીએસપી તમારી વાત નહીં સાંભળે તો સ્વાભાવિક છે કે તમે એસપી પાસે જશો. રાજ્યના નેતૃત્વએ મારી વાત સાંભળી નહીં. જેથી મેં મારી વાત કેસી વેણુગોપાલ સમક્ષ મૂકી છે. હાર્દિકે વધુમાં કહ્યું કે સચિન પાયલટે રાજસ્થાનમાં સારું કામ કર્યું. પરંતુ તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ કંઈક આવું જ થવાનું છે. પાર્ટી રાજ્યમાં યુવાનોને આગળ કરી રહી નથી.