નવનીત દલવાડી/ભાવનગર : પાલીતાણા નગર પાલિકાની ચુંટણીમાં મેંડેટ ફાડી નાખવાના મામલે ચૂંટણી અધિકારી દ્વારા રાહત આપવામાં આવી છે. કોંગ્રેસ 36 મેન્ડેટ માથી માત્ર 7 મેન્ડેટ ચુંટણી અધિકારી સુધી પહોંચ્યા હતા. 7 મેન્ડેટ માથી 2 મેન્ડેટ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે રદ કરાયા હતા. જ્યારે 29 મેન્ડેટ ફાડી નાખવામાં આવ્યા હોવાની કોંગ્રેસ દ્વારા વાત કરાઈ હતી. કોઈ અસામાજિક તત્વો દ્વારા મેન્ડેટ ફાડવામાં આવ્યા હતા. જે અંગે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Unique Kankotri: દીકરાના લગ્નની કંકોત્રીમાં પિતાએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું


ચુંટણી કમિશ્નરના નિવેદન બાદ કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડ સહિતના આગેવાનો ચુંટણી અધિકારીને મળ્યા હતા. જો કે ચૂંટણી અધિકારીએ આ અંગે જણાવ્યું કે, અમને આ અંગે કોઇ અધિકારીક રીતે સુચના નથી. માત્ર સોશિયલ મીડિયાથી જ આ માહિતી મળી છે. જો કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડે જણાવ્યું કે તમામ મેન્ડેટનો સ્વીકાર કરવામાં આવશે. અમને પ્રદેશ દ્વારા આવતીકાલે સવારે 11 વાગે મેન્ડેટ રજુ કરવા જણાવ્યું છે. જેથી કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. 


નજર ચૂકવી મોબાઇલ ચોરી કરતા બે શખ્સોની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 28 મોબાઇલ કબજે કર્યા


અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ચૂંટણી પહેલા જ એક પછી એક સીટો પર વિજય પ્રાપ્ત કરી રહ્યું છે. ક્યાંક કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને સંકલનનો અભાવ છે તો વળી ક્યાંય ફોર્મમાં કરેલી ભુલો તેના માટે જવાબદાર છે. જો કે વિવિધ કારણો અને કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે ફાયદો ભાજપને જ થઇ રહ્યો છે. ભાજપ યુદ્ધમાં ઉતર્યા પહેલા જ અનેક સીટો કબ્જે કરી ચુક્યું છે. ચૂંટણી થયા બાદ પરિણામો જે આવે તે પરંતુ હાલ તો ભાજપ જ 27 સીટો અધિકારીક રીતે અને અન્ય એક પછી એક જીતી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube