ગાંધીનગર : હાઇકોર્ટ દ્વારા સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી લાઇવ આવીને નવી કેટલીક જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, એપ્રિલ મે સુધીના તમામ તહેવારોમાં જાહેરમાં ઉજવણી પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી જાહેરમાં કરી શકાશે નહી. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં કુલ 50 લોકો જ હાજર રહી શકશે. બંન્ને પક્ષોના થઇને 100ના બદલે હવે 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરી શકશે. મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ 30 એપ્રિલ સુધી બંધ કરવા અપીલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે હાઇકોર્ટની ઝાટકણી બાબતે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી. જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી.14મી એપ્રિલના રોજ સરકારે કામગીરી કરી એની એફિડેવિટ રજુ કરવા માટે જ હાઇકોર્ટે જણાવ્યું છે. આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. દરેક વિભાગના કર્મચારીઓએ રાત દિવસ જોયા વગર કામગીરી કરી છે. આ કામગીરી દરમિયાન કોરોનાગ્રસ્ત બન્યા છે, કેટલાકના મૃત્યુ પણ થયા છે. સરકારે જનતાને તકલીફ ન પડે તેના માટે ખર્ચનો વિચાર કર્યા વગર કામ કર્યું છે.


જો કે રેમડેસિવિર ઇન્જેક્શન અંગે તેમણે ડોક્ટરોને બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન નહી લખવા માટે અપીલ કરી હતી. આ ઇન્જેક્શનનો કોરોનાની દવાની જેમ ઉપયોગ થઇ રહ્યો છે યોગ્ય નથી. કેટલીક ખાસ સ્થિતીમાં જ 
આ ઇન્જેક્શન આપવાનું હોય છે. ડોક્ટર્સ આવી સ્થિતી હોય તો જ ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરે. 


છેલ્લા 15 દિવસમાં 15 હજાર બેડ ઉભા કર્યા છે. જે પ્રકારે સરકારનો પ્રચાર થઇ રહ્યો છે તે પ્રકારે સરકારે કોઇ કામ જ ન કર્યું હોત તો આજે શું સ્થિતી હોત? અમદાવાદમાં 11 હજાર બેડ કાર્યરત છે. વીએસ અને એલજી હોસ્પિટલમાં 750 બેડ ટુંક સમયમાં ઉભા કરીશું. નવી હોસ્પિટલો અનામત્ત રાખીને બેડની સંખ્યા વધારવામાં આવશે. 100 જેટલા ડોમ ઉભા કર્યા છે. રોજ 30000 ટેસ્ટ થાય છે. આ પ્રકારનું યુનિક કોન્સેપ્ટ માત્ર અને માત્ર ગુજરાતમાં જ છે. જ્યાં જાહેરમાં ડોમ ઉભા કરીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં 150 ધન્વંતરી રથ છે. 104 અને સંજીવની રથની સંખ્યામાં ઉભા કર્યા છે. અમદાવાદમાં 1500 જેટલા સંજીવની રથ છે.


ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા સરકારની વ્યવસ્થાઓ અંગે ખુબ જ ઝાટકણી કાઢવામાં આવી હતી. રોજનાં 27 હજારથી વધારે ઇન્જેક્શનનું નિર્માણ થઇ રહ્યું છે તો દોઢ બે કિલોમીટર લાંબી લાઇનો શા માટે લાગી રહી છે? સરકાર પર હવે નાગરિકોને ભરોસો નથી રહ્યો તેવી પણ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. સરકાર તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોવાનાં અને સબ સલામત હોવાનાં દાવા કરી રહી છે તો હોસ્પિટલો ફુલ શેનાથી થઇ રહી છે. 


Gujarat Corona Update: એક મિનિટમાં 5 ગુજરાતીઓને કોરોના, દર કલાકે 2 વ્યક્તિનાં મોત


નાગરિકો હાલ સારવાર માટે રોડ પર રઝળી રહ્યા છે રાજ્યમાં અરાજકતાની સ્થિતી છે. રાજ્યમાં અઘોષિત ઇમરજન્સી હોય તેવી સ્થિતી સર્જાઇ છે અને સરકાર હજી પણ સબસલામત હોવાનાં દાવા કરી રહી છે. આ કેટલી હદે યોગ્ય તેમ કહીને તેમણે સરકાર તરફ રજુ થયેલા વકીલ કમલ ત્રિવેદીની પણ ઝાટકણી કાઢી હતી. જો લોકડાઉનથી આંકડા કાબુમાં આવે તેમ હોય તો લોકડાઉન લાગુ કરો. જાહેરમાં થતા મેળાવડાઓ પર સંપુર્ણ પ્રતિબંધ લગાવો અને લગ્ન અને મરણના પ્રસંગમાં માત્ર 50 લોકોને જ મંજુરી આપો જેવી અનેક ટકોર કરી હતી. 


સરકાર પર લોકોને હવે નથી રહ્યો ભરોસો, હાઇકોર્ટની ટકોર સાચી પડી, સ્વયંભૂ કોવિડ વોર્ડનું નિર્માણ


અગાઉ પણ હાઇકોર્ટની ટકોર બાદ જ સરકાર સફાળી જાગી હતી અને ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અને લગ્નમાં 100 લોકોને એકત્ર કરવા જેવા અનેક પગલા લીધા હતા. આજે હાઇકોર્ટની ઝાટકણી બાદ સોશિયલ મીડિયામાં થું થું થયા બાદ રાત્રે 8 વાગ્યે CM રૂપાણી રાજ્ય જોગ સંબોધન કરવા માટે ફેસબુક પર લાઇવ થવાનાં છે. તેવામાં હાઇકોર્ટની ટકોર બાદ ફરી બેઠી થયેલી સરકાર શું લોકડાઉનની જાહેરાત કરશે? કોઇ નવા પ્રતિબંધો લગાવશે તે તો હવે CM જ જાણે. હાલ તો નાગરિકો આતુરતાથી 8 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંબોધનની રાહ જોઇ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube