GUJARAT CORONA UPDATE: ગુજરાતીઓ સાચવજો, અમદાવાદમાં અચાનક ફરી વધ્યા કોરોના કેસ
રાજ્યમાં ફરી એકવાર આજે કોરોનાના નવા કેસમાં ગઈકાલ (બુધવાર) કરતા ઘટાડો નોંધાયો છે. આજે 31 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 32 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,16,920 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં 5,16,054 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર : રાજ્યમાં ફરી એકવાર આજે કોરોનાના નવા કેસમાં ગઈકાલ (બુધવાર) કરતા ઘટાડો નોંધાયો છે. આજે 31 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 32 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,16,920 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં 5,16,054 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા.
જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 315 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 309 નાગરિકો સ્ટેબલ છે. 8,16,920 નાગરિકો કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. એક નાગરિકનું નવસારીમાં કોરોનાને કારણે મોત નિપજ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube