સુરતની સાડીમાં વિંગ કમાન્ડર ‘અભિનંદન’ વર્ધમાનના શૌર્યનું થયું પ્રિન્ટીંગ
અભિનંદન...હવે આ એક સામન્ય નામ નહીં પરતું એક બ્રાંડ બની ચુક્યું છે. ભારતીય વાયુસેનાના જાંબાઝ પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન જેના પર સમગ્ર દેશ આજે ગર્વ કરી રહ્યો છે. તેને અસાધ્ય પરાક્રમ, બહાદુરી અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે.
તેજશ મોદી/સુરત: અભિનંદન... અભિનંદન...હવે આ એક સામન્ય નામ નહીં પરતું એક બ્રાંડ બની ચુક્યું છે. ભારતીય વાયુસેનાના જાંબાઝ પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન જેના પર સમગ્ર દેશ આજે ગર્વ કરી રહ્યો છે. તેને અસાધ્ય પરાક્રમ, બહાદુરી અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે.
એક તરફ હવામાં દુનિયાના સૌથી શક્તિશાળી ફાઈટર વિમાન F16ને વર્ષો જુના મીગ વિમાનથી તોડું પાડ્યું હતું, તો બીજી તરફ જ્યારે તેમનું વિમાન ક્રેશ થયું અને પાકિસ્તાનમાં તેઓ એ લેન્ડિંગ કર્યું ત્યાર બાદ પણ તેઓ વિચલિત થયા વગર પોતાના દસ્તાવેજોનો નાશ કર્યો હતો. લોકો અને પાકિસ્તાની સેનાએ માર માર્યા બાદ પણ તેઓ બહાદુરી પૂર્વક ટકી રહ્યા, પાકિસ્તાન સેનાએ તેમની પાસેથી માહિતી કઢાવવાનો પ્રયાસ કર્યો હતો પરતું તે સમયે પણ અભિનંદને કોઈ માહિતી આપી ન હતી.
બાળકીએ સોફા પર જ્યા પેશાબ કરી હતી, ત્યાં જ મોઢુ દબાવીને પાલક માતાએ મારી નાખી
આમ આજે અભિનંદન પોસ્ટર બોય બની ગયા છે. ત્યારે સુરતના સાડી ઉદ્યોગકારોએ અભિનંદનની બહાદુરીને સલામી આપવા માટે સાડી પર અભિનંદનનો ફોટો અને સર્જીકલ સ્ટ્રાઈક કરેલા ફાઈટર વિમાનો પ્રિન્ટ કરવામાં આવ્યા છે. સુરતની અન્નપૂર્ણા ઇન્ડસ્ટ્રીઝ ના મલિક મનીષ અગ્રવાલ અને પ્રિન્ટિંગ માસ્ટર રાજુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સર્જીકલ સ્ટ્રાઈક સમયે પણ તેમને સાડી છાપી હતી. ત્યારે જે રીતે અભિનંદન બહાદુરી નું બીજું નામ બન્યા છે તમેને આ સાડી થકી અમે સલામ કરીએ છીએ.