અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ડિસેમ્બર (December) મહિનાની શરૂઆત થઇ ગઇ છે, પરંતુ રાજ્યમાં હજીપણ ઠંડીનું જોર હજી જામ્યુ નથી. તેવામાં હવામાન વિભાગે શિયાળા (Winter) અંગે પૂર્વાનુમાન કર્યુ છે કે, આ વર્ષે ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતા ઓછુ રહેશે. એટલે કે ઠંડીની તીવ્રતાની ઓછી અસર જોવા મળશે. ગઇકાલે રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયા (Naliya) નું 9.9 ડિગ્રી હતું. જ્યારે આજે એ જ સ્થળે તાપમાન 10.5 ડિગ્રીએ પહોંચ્યુ છે. નોંધનીય છે કે, આ વર્ષે વાતાવરણમાં સતત આવેલા બદલાવના કારણે શિયાળાની મોસમ ડિસેમ્બરની શરૂઆતમાં પણ જામી નથી. ત્યારે હજી કમોસમી વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં બદલાવ આવશે. જેની અસર રાજ્યના દક્ષિણ, મધ્ય ગુજરાત સહીત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ જોવા મળશે. ત્યારે આજે દાહોદ, પંચમહાલ અને નર્મદા સહીતના જિલ્લામાં કમોસમી ઝાપટાની અસર પણ જોવા મળી છે.


અમદાવાદમાં 21 નવેમ્બરે રસ્તા પર કેવી રીતે મોતની બસ દોડી, તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળાની સીઝનને હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું કે, આ વર્ષે શિયાળો ઠંડો નહિ, પણ ગરમ રહેશે. આ ઠંડીમાં કોલ્ડવેવ ફ્રિકવન્સી ઘટશે. માન્ય તાપમાન કરતા 1 ડિગ્રી તાપમાન ઊંચું રહશે. ઠંડી રહેશે, પરંતુ કોલ્ડવેવની ફ્રિકવન્સી ઘટશે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો હવે ધીરે ધીરે અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં ધીમા પગે ઠંડીનુ જોર વધી રહ્યું છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 9.9 ડિગ્રી નોંધ્યું છે. તો જોઈએ અન્ય શહેરોમાં કેવી સ્થિતિ છે. 


રાજકોટ : 8 વર્ષની બાળકીને પીંખનાર નરાધમ પકડાયો, 22 વર્ષના હરદેવે મોબાઈલ ટોર્ચથી પોતાની હવસ સંતોષી હતી  


  • નલિયા 9.9 ડિગ્રી 

  • ભૂજમાં 13.2

  • રાજકોટ 14.5 ડિગ્રી 

  • કંડલા 15.6

  • સુરેન્દ્રનગરમાં 16.5

  • ડીસામાં 17.4 ડિગ્રી 

  • પોરબંદર અને દ્વારકામાં 18.5 ડિગ્રી 

  • ગાંધીનગરમાં 18.6

  • અમદાવાદમાં 19 ડિગ્રી 

  • મહુવામાં 19.3 ડિગ્રી 


અંબાજી જતા હોય તો ખાસ વાંચો આ સમાચાર, નહિ તો રસ્તામાં જ અટવાઈ જશો


રાજ્યમાં ધીરે ધીરે શિયાળાની અસર જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે કચ્છના નલીયામાં રાત્રિનું 9.9 ડિગ્રી સુધી પહોચી ગયું છે. તો અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમવર્ષાની અસર હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં થયેલી હીમ વર્ષાને કારણે ગુજરાતમાં હાલ ઠંડો પવન ફુકાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા સહિત અનેક જિલ્લામાં ઠંડીનો પારો નીચે જઈ રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો પારો વધવાની પૂરેપૂરી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube