નર્મદા: જિલ્લામાં આવેલ વિશ્વની સહુથી ઊંચી પ્રતિમા સ્ટેટ્યૂ ઓફ યુનિટી નો પ્રવસન ધામ તરીકે વિકાસ થયા બાદ આ વિસ્તારથી જોડાયેલા આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારમાં વિકાસ કરવા સ્ટેટ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સતા મંડળ બનાવીને હાલ કેવડિયાની આજુબાજુના 6 ગામોમાં તારની ફેન્સીંગ કરીને કેટલાક વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે. જોકે આ ગામના લોકોના વિરોધ વચ્ચે પોલિસને સાથે રાખીને આ કામ કરાઈ રહ્યું છે, ત્યારે હાલ ભારતભરમાં લોકડાઉન ચાલે છે છતાં આ કામ કરીને સરકાર દ્વારા આવિસ્તારના લોકોની જમીન હડપવાના આક્ષેપ સાથે સ્થાનિકો સાથે હવે રાજકારણીઓ પણ જોડાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફતનો વરસાદ: અનેક જિલ્લામાં ખેડૂતથી માંડીને તંત્ર સુધી તમામના ગાઢ મોકળા થયા


ગઈ કાલે ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર  લખી આ કામ હાલ બંધ રાખવા વિનંતી કરી છે. તો આજે ગુજરાત કોંગ્રેસના 9 જેટલા ધારાસભ્યોએ આ 6 ગામના લોકોની સાથે કોંગ્રેસ હોવાના દાવા સાથે કલેકટર નર્મદા સાથે ચર્ચા કરી આવેદન પત્ર આપ્યુ હતું. આ 6 ગામના લોકોના પ્રશ્નો ઉકેલવાની માંગણી કરી ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષીપરાએ જણાવ્યું કે સીડ્યુઅલ વિસ્તારની જમીન સરકાર હડપ કરવા માંગે છે. ટ્રાયબલ એડવવાયઝરીમાં પસાર કર્યા વગર સરકાર આ જમીન હડપવા માંગે છે. જે ખોટું છે તેવો આક્ષેપ પણ તેઓ એ લગાવ્યો હતો.


ગુજરાતમાં મોટા આતંકવાદી હૂમલાની શક્યતા, તમામ મહત્વના સંસ્થાનો પર સુરક્ષા વધારવામાં આવી


લોકડાઉનમાં સરકાર લોકોને ઘરમાં રહેવાનું કહી પોતે બહાર આવી આ રીતે જમીન હડ્પવાનું બંધ નહિ કરે તો આખા ગુજરાતના આદિવાસીઓ સરકાર સામે થશેની ચીમકી ઉચ્ચારી  હતી.  કલેકટર નર્મદાને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની માંગ હતી કે લોકોને કોરોનથી સુરક્ષિત રહેવાની સલાહ આપતી સરકાર બહાર આવી આવું કૃત્ય કરે છે. સરકાર સમજી જાય કે કેવડિયાના લોકો એકલા નથી સમાજ આખો તેમની સાથે છે. આ તમામ વાતમાં હાલ કેવડિયા ખાતે ફેન્સીંગનો મુદ્દો સ્થાનિકોનો મુદ્દો નહિ પણ રાજકારણ નો રોટલો બની રહ્યો હોય તેમ લાગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર