Loksabha Election 2024: હરિન ચાલીહા/દાહોદ, દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઇ તંત્ર સજ્જ છે. મતદાન મથકોને લઇને પણ તૈયારીઓ અંતિમ ચરણમાં ચાલી રહી છે. આ માટે અંતરિયાળ વિસ્તારમાં કેટલાક પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં ચૂંટણીને વખતે કેટલાક પડકારોને પણ તંત્રએ ઝીલવાના છે. જેમાંનો એક પડકાર શેડો એરિયાની સમસ્યાનો છે. દાહોદ જિલ્લામાં ક્યાંક જંગલ વિસ્તાર છે તો ક્યાંક ડુંગરાળ વિસ્તાર પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસને અહીં ચમત્કારની આશા: ભાજપ-કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત...


આવા સ્થળોએ મોબાઇલ ફોનના નેટવર્કનો અભાવ છે. જેથી લોકસભાની ચુંટણી દરમિયાન આવા જંગલ વિસ્તાર કે ડુંગરાળ વિસ્તારમાં મતદાન મથક ઉપરથી મતદાનના આંકડા મેળવવા તેમજ અન્ય કોઇ પણ માહિતી મેળવવી હોય કે સંદેશો પહોંચાડવો હોય તો સમસ્યા સર્જાઇ શકે છે. જેથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવા મતદાન મથકોને અલગ તારવવામાં આવ્યા છે.


શનિની પનોતી ચાલતી હોય તેણે કરવા આ અચૂક ઉપાય, સમસ્યાઓથી મળશે રાહત


દાહોદ ચૂંટણી પંચે આવા મતદાન મથકોની અલગ યાદી તૈયાર કરી તેમને ‘શેડો એરીયા’માં સ્થાન આપ્યું છે. અહીં સૌથી મોટા પડકાર પૈકી એક મોબાઇલ નેટવર્કનો સામે આવ્યો છે. જિલ્લાના 14 ગામના મતદાન મથકો ઉપર મોબાઇલ ટાવરનું નેટવર્ક નહીં હોવાને કારણે તેમને વાયરલેસ સિસ્ટમથી સજ્જ કરી સમગ્ર ચૂંટણી પાર પાડવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે. આંકડાકિય માહિતી અને કઈ પણ જરૂર પડે સંપર્ક સાધી શકાય માટે મતદાન મથકો પર ખાસ પોલીસ જવાન વોકીટોકી સજ્જ રાખવા સાથે આ મતદાન મથકોને વાયરલેસ સેટથી જોડવામાં આવનાર છે.


સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો રેટ


પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના 40 ગામ નેટવર્ક વિહોણા
આજના સમયમાં મોબાઇલ જીવનનું એક અભિન્ન અંગ બની ગયુ છે. મોબાઇલમાં ઇન્ટરનેટ સુવિધાએ જીવન સરળ કરી દીધુ છે તો તેના ગેરફાયદા પણ એટલા જ છે. ત્યારે મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહિસાગરમાં 40 ગામ એવા છે કે જ્યાંના લોકો આજે પણ મોબાઇલ વાપરતાં નથી. મોબાઇલ નહીં વાપરવા પાછળના કારણોમાં અહીં આજ સુધી નેટવર્ક પહોંચી જ શક્યુ નથી.


ઉનાળો આવતા જ કેમ વધી જાય છે કૂતરાંનો ત્રાસ? જાણો ગરમીમાં કૂતરું કરડે તો શું કરવું


દાહોદ જિલ્લામાં ટાવર વિહોણા મતદાન મથકો
ફતેપુરા તાલુકાના ગઢરા-1 અને ગઢરા-2 સાથે લીમખેડા તાલુકાનું સુરપુર-1, સુરપુર-2, નાના આંબલિયા, મંડેર-1, મંડેર-2, સરજુમી-1, સરજુમી-2, કટારાની પાલ્લી, પામીવેલા, હીરાપુર, ફોફણ અને જાલિયાપાડામાં મોબાઇલ નેટવર્કની સમસ્યા હોવાને કારણે અહીં વાયરલેસ સેટ અને વોકીટોકીથી ચૂંટણીની કામગીરી પાર પાડવામાં આવશે.