ઝી બ્યુરો/સુરત: શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ્સ ની હેરાફેરી કરનાર સામે સુરત પોલીસ દ્વારા લાલ કરવામાં આવી છે ત્યારે આવા ડ્રગસ પેડલરો ને પકડવા માટે સુરત પોલીસ દ્વારા ખાસ મુહિમ ચલાવવામાં આવી છે. લાલ ગેટ પોલીસ દ્વારા હોળી બંગલા વિસ્તારમાંથી ત્રણ જેટલા આરોપીઓને રૂ 12.57 લાખની કિંમતનું 125 ગ્રામ જેટલું ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા પ્લાસ્ટિકની થેલીમાં પેકિંગ કરી યુવા વર્ગને ઊંચા ભાવે વેચતા હોવાનું સામે આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં યુવા વર્ગને બરબાદ કરવા માટે તેઓને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે ત્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે સુરત પોલીસ દ્વારા આવા ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડવા માટે ખાસ પ્રકારની મુહીમ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત લાલ ગેટ પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે હોળી બંગલા નજીક મોઈનુંદ્દીન અંસારીની ભજિયાની લારી પર 3 શખ્સો દ્વારા મેફેડ્રોન ડ્રગ્સ નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રેડ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓની તપાસ કરતા તેમની પાસેથી ₹12.97 લાખની કિંમતનું 125.71 ગ્રામ જેટલું મેફેદ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. 


પોલીસ પૂછપરછમાં નામ


  • 1.મોઇનુદ્દીન અન્સારી

  • 2.રાસિદ જમાલ ઉર્ફે બનારસી અન્સારી

  • 3.મોહમ્મદ જાફર ગોડીલ જણાવ્યું હતું


આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી મોઇનુદીનને ભાજીયાની લારી તથા પાનનો ગલ્લો ચાલતો હતો. આરોપી રાસીદજમાલ અને મોહમદ જાફર પણ ત્યાં બેસવા આવતા હતા. જેથી ત્રણેયની મિત્રતા થયેલી અને આ બંને આરોપીઓ એમ.ડી. ડ્રગ્સનો નશો કરવાની ટેવ વાળા હોય અવાર નવાર ચોરી છુપીથી ડ્રગ્સ મેળવી નશો કરતા હતા. આરોપી મોહમદજાફરને ધંધોમાં મંદી હોવાથી છેલ્લા એકાદ માસથી મુંબઇથી કોઇપણ રીતે એમ.ડી. ડ્રગ્સ લાવતો હતો અને આ પાનના ગલ્લા ઉપર ત્રણેય ભેગા થતા. 


આરોપી રાસીદજમાલ ગ્રાહકો શોધી લાવતો અને મોહમદજાફર જરૂરીયાત મુજબનો વજન કરી આપતો. ત્યારબાદ રાસીદજમાલ અને મોઇનુદ્દીન ગ્રાહકને રૂબરૂ જઈ વેરીફાઇ કરી અને ડ્રગ્સની ડીલીવરી કોઇ ગલી ખાંચામાં બોલાવી આપી દેતા અને રૂપિયા મેળવી લેતા હતા. મેઇન આરોપી મોહમદજાકર પોતે પોતાનું નામ ન આવે એટલા માટે મોઈઉદ્દીનના મોબાઇલ ફોનથી જ બધાને વાત કરતો હતો. આરોપીઓ ગ્રાહકો સાથે દવા ના કોડવર્ડમાં વાતચીત કરતા હોવાનું સામે આવ્યું હતું. 


હાલ તો સમગ્ર બનાવવામાં પોલીસે આ ત્રણે લોકોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ આ ત્રણેય મુંબઈથી કોની પાસેથી ડ્રગ્સ લાવતા હતા તથા સુરતમાં કોને કોને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.