બુરહાન પઠાણ/ આણંદ : જિલ્લાનું નવાબી નગરી તરીકેની ઓળખ ધરાવતા ખંભાત શહેરમાં નગરપાલિકા દ્વારા રાજય અને કેન્દ્ર સરકારની સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાંટમાંથી બનાવેલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ છેલ્લા ત્રણ વર્ષથી ધુળ ખાઈ રહ્યો છે. આ પ્લાન્ટ ખંઢેર અવસ્થામાં ફેરવાઈ જતા અંદાજે 5 કરોડ 44 લાખનો ખર્ચ પાણીમાં ગયો છે. રાજય અને કેન્દ્ર સરકારે શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાંચ કરોડ 44 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જો કે પાલિકાનાં પૂર્વ સત્તાધીશોએ ઘન કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કરોડો રૂપિયાજનાં ખર્ચે બનાવેલો પ્લાન્ટ આજે ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગયો છે. અહિયાં કરોડો રૂપિયાનાં ખર્ચે પ્લાન્ટ માટે શેડ તો બનાવવામાં આવ્યા છે પણ મશીનરી માટે 2018માં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ ધન કચરામાંથી ઓઈલ અને ખાતર બનાવવાની મશીનરી જ આવી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA માં વહીવટી ચાર્જનાં નામે ખુલ્લેઆમ હપ્તાખોરી, લારી ધારકો ત્રાહીમામ્


વર્ષ 2017માં 13મી ફેબ્રુઆરીના રોજ નગર પાલિકાએ કરેલા ઠરાવ અનુસાર, ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઘટક માટે 5.53 કરોડની ફાળવણી કરી હતી. જેમાં 1200 લેખે પ્રોજેકટ કોસ્ટ નક્કી કરાઈ હતી. ભારત સરકાર દ્વારા 35 ટકા રાજ્ય સરકારનો ફાળો, 55 ટકા નગરપાલિકાનો ફાળો, 10 ટકા લેખે ખર્ચની મંજૂરી આપતો ઠરાવ કરાયો હતો. ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખંભાત નગરપાલિકાને 2018માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પાંચ કરોડ ઉપરાંતની રકમની મંજૂરી મળી હતી.


નિવૃત SRP જવાનના પુત્રએ શોર્ટગનથી આત્મહત્યા કરી, પ્રેમપ્રકરણના કારણે ભર્યું અંતિમ પગલું


જેમાં વર્મી કમ્પોઝ પ્લાન્ટના રીપેરીંગ અને રીનોવેશન માટે 12.52 લાખ, સ્ટોરેજ રૂમો બનાવવા માટે 9.99 લાખ, પ્રોજેકટની કામગીરી પેટે 5.22 લાખ, મશીનનો શેડ બનાવવા 17.61 લાખ, સાઈટ પર વે બ્રિજ બનાવવા 8.75 લાખ, પ્લાસ્ટીક ટુ ઓઈલ શેડ બનાવવા 47.22 લાખ, ઓર્ગેનિક વેસ્ટ કન્ટવર્ટર મશીનરી સપ્લાય તથા ફીટિંગ માટે 47.22 લાખ ઉપરાંત વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ઓઈલ બનાવવાની પાઈરોલીસીસ પ્લાન્ટ મશીનરી સપ્લાય અને મશીનરી ફિટિંગ કરવાની કામગીરી માટે 87.73 લાખ મળીને કુલ 2.36 કરોડનો ખર્ચ કરવા માટેનો ઠરાવ થયો હતો.


ઊંઝાના ધારાસભ્ય આશાબેનની હાલત ગંભીર, હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર...


ખંભાત નગરપાલિકાનાં પૂર્વ સત્તાધીસો દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત મશીનરી અને પ્લાન્ટ માટે  કરોડો રૂપિયાનાં ખર્ચે શેડ ઉભા કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ વર્ષ વીત્યા બાદ પણ પ્લાન્ટ બંધ છે. શેડ જમીનદોસ્ત થયા છે. સંપૂર્ણ પલાન્ટમાં બાવળોનું સામ્રાજ્ય સ્થપાયું છે. લાઇટ ન હોવાનો કારણે કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવેલા શેડ ખંડેરમાં ફેરવાઈ ગયા છે. ખંભાત શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા તેમજ સફાઈ માટેના કચરા ભરેલા ટ્રેકટરો સહિતના વાહનો પૈકી એક પણ વાહન વર્મી કમ્પોઝ પ્લાન્ટ સુધી પહોંચ્યો જ નથી. અને આજે વર્મી કંપોજ પ્લાન્ટની જગ્યા મજુરોનું આશ્રય સ્થાન બની છે.જેનાં કારણે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાનો તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.


ગીર જંગલની એવોર્ડ વિનિંગ તસવીર, ખાટલા પર એકસાથે 4 સિંહ બાળ આરામ ફરમાવતા જોવા મળ્યાં


સરકારની ગ્રાન્ટનાં કરોડો રૂપિયા વેડફી ઘનકચરાના નિકાલની કોઈ પણ કામગીરી કર્યા વગર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સંરક્ષણમાં સમગ્ર ગુજરાતમાં ખંભાત પાલિકા ૪૮મો ક્રમાંક મેળવે છે. નોંધનીય છે કે, ઘન કચરાના નિકાલની સાઈટ બંધ જ હોવા છતાંય સ્વચ્છતા બાબતે ખંભાતની નગર પાલિકાને રેન્કિંગ કઈ રીતે આપવામાં આવ્યો છે તે મુદ્દે પણ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube