Surat: કોરોનાના કેસ વધતા મનપાનો નિર્ણય, માસ્ક વગર કાપડ અને હીરા બજારમાં એન્ટ્રી નહીં મળે
સુરત શહેરમાં આજે કોરોનાના નવા 80 કેસ સામે આવ્યા છે. તો ઓમિક્રોનના પણ પાંચ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વધુ તીવ્ર બની છે.
ચેતન પટેલ, સુરતઃ ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસમાં વધારો થયો છે તે જોતા લાગી રહ્યું છે કે હવે ફરી સરકાર આકરા પ્રતિબંધો લગાવી શકે છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. આ વચ્ચે લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ખુબ જરૂરી બની ગયું છે.
સુરતમાં કોર્પોરેશને લીધો મોટો નિર્ણય
સુરત શહેરમાં આજે કોરોનાના નવા 80 કેસ સામે આવ્યા છે. તો ઓમિક્રોનના પણ પાંચ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વધુ તીવ્ર બની છે. હવે સુરત કોર્પોરેશને નિર્ણય લીધો છે કે કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી આપવામાં આવશે નહીં. સુરતમાં વધી રહેલા કેસો વચ્ચે મેયરે વોરરૂમની મુલાકાત લીધી હતી. સુરત શહેરમાં આજથી ફરી 14 સંજીવની રથ પણ શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં આવી ગઈ ત્રીજી લહેર!, ગુજરાતના 50 ટકાથી વધુ કેસ માત્ર અહીં નોંધાયા
ગુજરાતમાં છ મહિના પછી સૌથી વધુ કેસ
ગુજરાતમાં આજે સૌથી વધુ 265 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34, આણંદમાં 23, ખેડા 21, રાજકોટ શહેર 20, અમદાવાદ ગ્રામ્ય 13, કચ્છ 13, વલસાડ 9, સુરત ગ્રામ્ય 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ ગ્રામ્ય 7, ભરૂચ 6, ગાંધીનગર 6, ભાવનગર શહેર 5, વડોદરા ગ્રામ્ય 5, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3-3, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર શહેર, જામનગર ગ્રામ્યમાં બે-બે, અમરેલી, ભાવનગર ગ્રામ્ય, નર્મદા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. આમ રાજ્યમાં આજે 548 નવા કેસ સામે આવ્યા છે. તો પોરપંબરમાં એકનું મોત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube