હવે સોમનાથ દાદાના દર્શન માટે પાસની જરૂર નહી, કોરોનાના નિયમો હળવા કરાયા
સોમનાથ મહાદેવના દર્શન માટે અમલી 14 મહિનાઓથી અમલી બનાવાયેલ પાસ સિસ્ટમ 11 ઓક્ટોબર એટલે કે આજથી હવે એન્ટ્રી પાસ સિસ્ટમ બંધ કરવામાં આવી છે.
સોમનાથ: રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોના કહેર ઓછો થઇ ગયો છે. હવે પહેલાંની સરખામણીએ કેસમાં સતત ઘટાડો થયો છે. જેના લીધે સરકાર પણ પ્રતિબંધોમાં છૂટછાટ આપી રહી છે. તાજેતરમાં આ વર્ષે 400 લોકોની હાજરીમાં શેરી ગરબાની પરમિશન આપી છે. મંદિરોના દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર માં કોરોનાના નિયમો હળવા કરાવામાં આવ્યા છે.
સોમનાથ મહાદેવના દર્શન માટે અમલી 14 મહિનાઓથી અમલી બનાવાયેલ પાસ સિસ્ટમ 11 ઓક્ટોબર એટલે કે આજથી હવે એન્ટ્રી પાસ સિસ્ટમ બંધ કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ એ માટે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકોને પાસ લેવા ફરજીયાત હતા. દર્શનાર્થીઓ હવે કોઇપણ પાસ કરાવ્યા વગર ગમે ત્યારે મહાદેવના દર્શને આવી શકશે. કોરોના હળવો થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે.
સોમનાથ દાદા દર્શને જતા ભક્તોએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તેમજ કોવિડની ગાઇડ લાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube