તેજન મોદી, સુરત: નકલી નાયબ કલેક્ટર બની ફરતી મહિલાની સુરતની અડાજણ પોલીસે ધરપકડ કરી છે. નાયબ કલેક્ટરની ઓળખાણ આપી મકાન ભાલે લીધું અને મકાન માલિક પાસેથી 32 લાખ પડાવ્યા તથા મકાનનું લાખોનું ભાડું પણ ચુકવ્યું ન હતું. પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમદાવાદ: પતિએ પત્નીની બિમારીથી કંટાળી ગળુ દબાવી કરી હત્યા


અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, નેહાબેન ધર્મેશભાઇ પટેલ જેમની ઉંમર 46 વર્ષ છે અને તેઓ મૂળ બારડોલીના રહેવાસી છે. તેમણે સુરતમના અડાજણ વિસ્તારમાં વસવાટ કરતા સંજય મોરકરનું મકાન ભાડે રાખ્યું હતું. નેહાએ મકાન ભાડે લેતી વખતે પોતાની ઓળખ નાયબ કલેક્ટર તરીકેની આપી હતી. સંજયની મત્સય ઉદ્યોગની ફાઇલ કલેક્ટર ઓફીસે આપેલી હતી. જે પાસ કરવી આપવા માટે નેહાએ 50 લાખની માગ કરી હતી.


વધુમાં વાંચો: 56 ફૂટ લાંબી ભારતની સૌથી મોટી કેક બની અમદાવાદમાં, બનાવ્યો અનોખો રેકોર્ડ


જેમાં સંજયે 32 લાખ 40 હજાર આપ્યા હતા. જોકે ત્યાર બાદ નેહા મકાન ખાલી કરી જતી રહી હતી. જેથી ચાર મહિનાનું મકાન ભાડુ 4 લાખ 32 હજાર ચુકવવાનું બાકી હતું. નેહાએ વડોદરા શહેરી વિકાસ સત્તામંડળમાં નાયબ કલેક્ટર તરીકેનું ખોટું તથા બનાવટી ઓળખ પત્ર બનાવી તે પત્ર ઇસ્યુ કરનાર વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના કમિશનર તરીકે ખોટી સહી કરી આઇડી કાર્ડ બનાવ્યું હતું.


વધુમાં વાંચો: રાજકોટ: પડધરીમાં દોરા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, 200 કરોડના નુકશાનની આશંકા


જોકે આ ઘટના અંગે પોલીસે સંજયની ફરિયાદના આધારે નેહા પટેલની ધરપકડ કરી હતી. નેહાને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી નેહાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસ અન્ય ગુનામાં સંડોવણી હોવાની આ અંગે તપાસ કરી રહી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...