મહિલા કોન્સ્ટેબલે સ્યૂસાઈડ નોટમાં લખ્યું, ‘મમ્મી, તુ નાનપણમાં તૈયાર કરતી તેમ મને મર્યા પછી તૈયાર કરજે’
અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા છેલ્લા કેટલાક સમયથી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. ફાલ્ગુની શ્રીમાળી જ્યારે પોતાના ચાંદખેડા સ્થિત ઘરે હતી, તે દરમ્યાન બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 19 જૂનના રોજ બપોરે આપઘાત કર્યો હતો અને બાદમાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ડોકટરે મૃત જાહેર કરી છે. મહિલા કોન્સ્ટેબલના આપઘાતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે. જોકે આપઘાત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. જેને લઈ ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી હાલ વધુ તપાસ શરૂ કરી છે.
મહિલા કોન્સ્ટેબલે બે પાનાની સ્યૂસાઈડ નોટ છોડીને આત્મહત્યા કરી હતી. જેમાં તેણે બહુ જ ભાવુક શબ્દો લખ્યા હતા. તેણે લખ્યું હતું કે, મમ્મી પહેલા તુ મને એકદમ સારી રીતે તૈયાર કરજે. જેમ નાની હતી ત્યારે તૈયાર કરતી હતી તેમ. ભાઈ મારા પસંદગીની વસ્તુઓ મારા મર્યા પછી નાના બાળકોને વહેંચજે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :