ભરૂચ : રાજપારડીના સારસા ડુંગર નજીક પ્રેમ લગ્નની બાબતે એક દંપત્તી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. આ મુદ્દે પોલીસ દ્વારા ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજપારડી નજીક હિંગોળીયા ગામે રહેતા અને લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા હેમંત નરપતભાઇ વસાવા (25)એ એક યુવતી સાથે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિસાવદર: ઇનફાઇટમાં સિંહનું મોત, માનવભક્ષી દીપડાને ઠાર મારવા લોકોએ ફોરેસ્ટરને ઘેર્યા

જો કે આ દંપત્તી સારસાના ડુંગર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. સારસા ડુંગર નજીક બાઇક પર આવી રહેલા દંપત્તીને ગાડીએ ટક્કર મારી હતી. ત્યાર બાદ બંન્ને પર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પતિ હેમત વસાવાને ગંભીર હાલતમાં સારવાર માટે લઇ જવાયો હતો. ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 


બાબરા : કપડા ધોવા આવેલી બે સગી બહેનો સહિત 3નાં ડુબી જવાથી મોત
વિજ નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, માંગ નહી સંતોષાય તો હડતાળની ચિમકી

યુવતી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. 
મૃતક યુવતી જંબુસર ખાટે ટૂંડજ પ્રાથમીક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. અને એક વર્ષ અગાઉ હેમંત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હાલ તો હુમલો કયા કારણથી કરવામાં આવ્યો અને કોના દ્વારા કરવામાં આવ્યો તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.