વિસાવદર: ઇનફાઇટમાં સિંહનું મોત, માનવભક્ષી દીપડાને ઠાર મારવા લોકોએ ફોરેસ્ટરને ઘેર્યા

જુનાગઢની વિસાવદર રેન્જમાં કનકાઇ રોડ પર બે સિંહો વચ્ચેની ઇનફાઇટમાં એક સિંહનું મોત નિપજ્યું છે. વન વિભાગે સિંહનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. પીએમમાં ઇનફાઇટમાં મોત નિપજ્યું હોવા ઉપરાંત સિંહની સરેરાશ ઉંમર 5થી9 વર્ષ હોવાનું સામે આવ્યું છે. જો કે હરકતમાં આવેલા વનવિભાગે આસપાસ સિંહ દર્શન કરાવતા 5 શખ્સોની ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.
વિસાવદર: ઇનફાઇટમાં સિંહનું મોત, માનવભક્ષી દીપડાને ઠાર મારવા લોકોએ ફોરેસ્ટરને ઘેર્યા

જુનાગઢ : જુનાગઢની વિસાવદર રેન્જમાં કનકાઇ રોડ પર બે સિંહો વચ્ચેની ઇનફાઇટમાં એક સિંહનું મોત નિપજ્યું છે. વન વિભાગે સિંહનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. પીએમમાં ઇનફાઇટમાં મોત નિપજ્યું હોવા ઉપરાંત સિંહની સરેરાશ ઉંમર 5થી9 વર્ષ હોવાનું સામે આવ્યું છે. જો કે હરકતમાં આવેલા વનવિભાગે આસપાસ સિંહ દર્શન કરાવતા 5 શખ્સોની ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

પાંચ શખ્સો ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસ્યાની માહિતી
ખાંભાના રબારીકા રેન્જમાં જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરી રહેલા 5 શખ્સો અભિષેક સાવલીયા, બાવ નોલ, અવિનાશ સાવલીયા, સંદીપ સાવલીયા અને પ્રણવ સાવલીયાને વન વિભાગે ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા તેમને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. 

વાહન ચાલકો સાવધાન ! ટ્રાફીકના નવા નિયમો કડકાઇથી લાગુ કરવા તંત્ર સજ્જ
16 વર્ષની કિશોરી પર દિપડાનો હુમલો
 જાંબુથાળા ગામના સીમ વિસ્તારમાં 16 વર્ષની શ્યાદી નામની કિશોરી પર દીપડાએ વહેલી સવારે ચાર વાગ્યે હુમલો કર્યો હતો. જેથી તેની સારવાર માટે વિસાવદર સીએચસી સેન્ટર માટે ખસેડી હતી. જો કે પ્રાથમિક સારવાર બાદ તેને જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

સુડાવડમાં લોકોએ દિપડાને ઠાર મારવાની માંગ કરી
બગસરાના સુડાવડ ગામે બેથી ત્રણ માનવભક્ષી દીપડાનો વસવાટ છે. અત્યાર સુધી પાંચેક લોકોને શિકાર બનાવ્યા છે. જેથી વનવિભાગ દ્વારા આ પૈકી એક દિપડાને ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો એકઠા થયા હતા અને દિપડાને તેમની નજર સામે જ ઠાર મારવાની વનવિભાગ પાસે માંગ કરવા લાગ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news