અમદાવાદ : અમદાવાજનાં વાસણા પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ મુદ્દે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. યુવતીએ દાખલ કરાયેલ ફરિયાદ અનુસાર યુવતીએ જણાવ્યું કે, તેના પતિ ઉપરાંત સાસુ-સસરા દ્વારા તેના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત તેના પતિ દ્વારા તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો. જો કે લગ્ન જીવન બચાવવા માટે તે એક વર્ષથી આ બધો ત્રાસ સહન કરી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઇલ કંપનીઓની વેપારીઓ સાથે વ્હાદવલાની નીતિ: જામનગરનાં વેપારીઓનો વિરોધ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વડોદરાની રહેવાસી 26 વર્ષીય યુવતીનાં લગ્ન અમદાવાદનાં વાસણા વિસ્તારમાં થયા હતા. એક વર્ષ પહેલા લગ્ન થયા બાદ તે અમદાવાદ સાસરે આવી હતી. લગ્નનાં થોડા સમય સુધી બધુ યોગ્ય રીતે ચાલ્યું. જો કે થોડા દિવસો બાદ આખરે સાસુ -સસરાનો અસલી રંગ સામે આવવા લાગ્યો હતો. સાસુ દ્વારા વારંવાર તેને મહેણા ટોણા મારીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે સસરા દ્વારા રસોઇ યોગ્ય નથી અને ઘર સ્વચ્છ નહી રાખવા જેવા મુદ્દેવારંવાર ત્રાસ આપવામાં આવતો. જો કે આ અંગે પતિને કહેતા પતિએ પણ પોતાનો અસલી રંગ બતાવવાનું ચાલુ કરી દીધું હતું.


મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકો વસુલી શકશે પાર્કિંગ ચાર્જ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો ખાસ જાણો...
ધોરણ 10મી પરીક્ષા પદ્ધતીમાં થયો મોટો ફેરફાર, બોર્ડનાં વિદ્યાર્થી ખાસ વાંચે આ સમાચાર
પતિ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત તેને મુખમૈથુન કરવા માટે મજબુર કરવામાં આવી હતી. વારંવાર તેનો પતિ મુખમૈથુન કરવા માટે ફરજ પાડતો હતો. યુવતીને પસંદ નહી હોવા છતા પણ તે લગ્ન જીવન બચાવવા માટે આવું કરતી રહી. યુવતી પોતાનાં માં-બાપની આબરૂ ખાતર તમામ ત્રાસ મુંગા મોઢે સહન કરતી રહી હતી. જો કે આ મુદ્દે સાસુ અને પતિએ ત્રાસની મર્યાદા વટાવી દેતા તે કંટાળી ગઇ હતી. યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. યુવતીની ફરિયાદ બાદ પોલીસ આરોપીઓને ઝટપવા માટેની કાર્યવાહી માટે ચક્રોગતિમાન કર્યા છે.