ધોરણ 10મી પરીક્ષા પદ્ધતીમાં થયો મોટો ફેરફાર, બોર્ડનાં વિદ્યાર્થી ખાસ વાંચે આ સમાચાર
ગુજરાતમાં અગાઉ કોર્સ તો બદલવામાં આવ્યો હતો પરંતુ હવે પરીક્ષા પદ્ધતીમાં પણ મોટુ પરિવર્તન આવ્યું છે જે જાણવુ જરૂરી
Trending Photos
ગાંધીનગર : આજે સરકારે 2 મહત્વનાં વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધા હતા. જેમાં બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષાનું ગ્રેજ્યુએશનનું લેવલ ઘટાડીને ફરી એકવાર 12 પાસ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બીજો એક મહત્વનો સુધારો ધોરણ 10નાંવિદ્યાર્થીઓ માટે કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતીમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10નાં વિદ્યાર્થીઓ પરિક્ષા પદ્ધતીમાં ધરમુળખી પરિવર્તન કરવામાં આવ્યું હતું.
મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકો વસુલી શકશે પાર્કિંગ ચાર્જ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો ખાસ જાણો...
નવા પરિવર્તન અનુસાર હવે બોર્ડની પરિક્ષા 80 માર્કની જ લેવામાં આવશે. જ્યારે 20 માર્ક શાળા દ્વારા આપવામાં આવશે. શાળાના આંતરિક મુલ્યાંકનના 20 ગુણ રાખવામાં આવ્યા છે. પરીક્ષા સચિવના અનુસાર ગત્ત વર્ષે OMR પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. નવી પરિક્ષા પદ્ધતી જાહેર કરવામાં આવી હતી. જો કે તે પદ્ધતી અંગે પરિપત્ર કરીને આજે વિગતવાર ખુલાસો કરવામાં આવ્યો હતો.
બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા : 10 મુદ્દામાં જાણો સરકારે શું મહત્વની જાહેરાત કરી
ચાલુ વર્ષે 11 લાખથી પણ વધારે વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા આપવાનાં છે. ત્યારે પરીક્ષા સચિવે પરીક્ષા પદ્ધતી અંગે વધારે એખ પરિપત્ર કર્યો છે.2019-20માં કોર્સ પણ બદલીને એનસીઇઆરટીના પાઠ્યપુસ્તકો અમલમાં લવાયા છે. જેના કારણે પરીક્ષાનાં લેવલમાં પણ પરિવર્તન લાવવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓની થઈ જીત : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
માર્ચ 2020થી પ્રથમ ભાષા ગુજરાતી, મરાઠી, સિંધી, તમિલ, તેલુગુ, ઉરિયા હોય તથા દ્વિતિય ભાષા ગુજરાતી, હિંદી, સિંધી, અંગ્રેજી, સામાજીક વિજ્ઞાન, સંસ્કૃત, પર્શિયન અને ઉર્દુ હોય તેવા પાઠ્ય પુસ્તકોમાં કોઇ ફેરફાર થયો નથી. પરંતુ સમગ્ર પરિક્ષા પદ્ધતી જ બદલાઇ ગઇ હોવાનાં કારણે આ વિદ્યાર્થીઓએ પણ નવી પેટર્ન અનુસાર 80 ગુણનું જ પેપર આપવાનું રહેશે.
મોરબી : પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીના ઘરમાંથી 18 જીવતા કાર્ટીસ મળ્યાં
જ્યારે વર્ષ 2019-20થી હિંદી, અંગ્રેજી, ઉર્દુ પ્રથમ ભાષા હોય અને વિજ્ઞાન, ગણિત જેવા અન્ય વિષયોમાં એનસીઇઆરટી પેટર્ન અમલવામાં આવી છે. આથી આ વિષયોમાં પણ 80 ગુણનું પ્રશ્નપત્ર અપાશે. જો કે જે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ છે તેમને એનસીઇઆરટીની ચોપડી નહી પરંતુ જુની ચોપડીનાં આધારે જ પરિક્ષા આપવાની રહેશે. તેમનો કોર્સ જુનો રહેશે પરંતુ તેમણે પરિક્ષા નવી પદ્ધતી એટલે કે 80 માર્કની જ આપવાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે