ઘરનું કામ કરીને પણ ગુજરાતની આ મહિલા કરી રહી છે અધધ કમાણી! પતિને થઈ રહી છે મદદરૂપ
મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડી બેસી નથી રહેતી પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે. હિંમતનગર તાલુકાનુ તખતગઢ ગામ કે જ્યા વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે અને એ મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઉભી કરી રહ્યા છે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા જીલ્લાના એક ગામની મહિલા કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની છે. સાથે ઘરનું કામ કરીને અધધ કમાણી કરી રહી છે. મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડી બેસી નથી રહેતી પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે. હિંમતનગર તાલુકાનુ તખતગઢ ગામ કે જ્યા વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે અને એ મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઉભી કરી રહ્યા છે.
નવરાત્રીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. આ તખતગઢ કંપા ગામની મહિલાઓ ઘરકામ પરવાડીને વેસ્ટ માંથી બેસ્ટ બનાવી રહી છે જેમ કે આ મહિલાઓ જુની સાડી માંથી અવનવી પ્રકારની કામગીરી કરીને ચણીયાચોડી, લેંગા, પર્સ, પગ લુછણીયા સહિત ની સામગ્રી બનાવી વેચાણ કરે છે અને ઘરનો ખર્ચ પણ મહલાઓ ઉઠાવી રહી છે.
વેસ્ટ માંથી બેસ્ટ એટલે જે જુની સાડી અથવા કેટલાક જુના કપડા એકત્રિત કરી એને આ ગામની મહિલાઓ નવિન આકાર આપે છે જેમ કે પર્સ બનાવે છે તો આ ઉપરાંત નવરાત્રી માં ઉપયોગી વસ્ત્રો બનાવી રહ્યા છે જેના થકી મહિલાઓ અવનવી પ્રકારની કામગીરી કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે.
હાલ તો નવરાત્રી ની સિઝન છે ત્યારે વિવિધ પ્રકારની ચણીયા ચોળી, સહિત વિવિધ ડ્રેસ સહિતના કપડાઓ મહિલા બનાવી આપે છે અને જેના થકી મહિલાઓ ધરનું કામકાજ પુર્ણ કર્યા બાદ બાળકોની સાર સંભાળ બાદ આ પ્રકારની કામગીરી કરીને પરિવારનું ગુજરાન મહિલાઓ ચલાવી રહી છે. આમ તો સરકાર દ્રારા વિવિધ પ્રકારની સબસિડી આપી મહિલાઓને આત્મ નિર્ભર કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે આ ગામની મહિલાઓ પહેલે થી જ આત્મ નિર્ભર બની ઘર ખર્ચમાં મદદ કરી રહી છે.