સુરત: 10 હજાર ફૂટ ઊંચે પ્લેનમાં અચાનક મહિલા બેભાન, સહયાત્રી તબીબે સારવાર કરી બચાવી
સુરતની મહિલાને 10,000 ફૂટ ઊંચાઈ પર પ્લેનમાં સારવાર આપવામાં આવી. પ્લેનમાં સાથે મુસાફરી કરતા તબીબે 30 મિનિટની સારવાર કરીને મહિલાને બચાવી, મહિલા દિલ્હી-સુરતની ફ્લાઈટમાં બેભાન થઈ ગઈ હતી.
ચેતન પટેલ, સુરત: સુરતની મહિલાને 10,000 ફૂટ ઊંચાઈ પર પ્લેનમાં સારવાર આપવામાં આવી. પ્લેનમાં સાથે મુસાફરી કરતા તબીબે 30 મિનિટની સારવાર કરીને મહિલાને બચાવી, મહિલા દિલ્હી-સુરતની ફ્લાઈટમાં બેભાન થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ રવિવારે સાંજે દિલ્હીથી સુરતની ફ્લાઈટમાં આ મહિલા મુસાફરી કરી રહી હતી. પ્લેન આશરે 10,000 ફૂટની ઊંચાઈએ હતું અને અચાનક જ મહિલા બેભાન થઈ ગઈ. સદનસીબે પ્લેનમાં એક તબીબ હતાં જેમણે મહિલાની સારવાર કરી અને લગભગ 30 મિનિટની સારવાર બાદ મહિલા સ્વસ્થ થઈ.
મા બહુચરાજીને અર્પણ થયેલા ફૂલોમાંથી બનશે ખાતર, ખેતરમાં પાકશે સોનારૂપી પાક!
એક અહેવાલ મુજબ મહિલાને બચાવનારા મહિલા તબીબ સુરત સિવિલ હોસ્પિટલના પરી કાપડિયા હતાં. તેમણે કહ્યું કે સામાન્ય રીતે માણસોમાં શુગર લેવલ નોર્મલ 100થી 120 વચ્ચે હોય છે. જો તે 60 પર પહોંચી જાય તો કપરી સ્થિતિ ગણાય છે. 54ની નીચે જાય તો દર્દીનું મોત પણ થઈ શકે છે. બેભાન થયેલી મહિલાનું બ્લડ પ્રેશર લો હોવાનું કહેવાય છે.