કિરણસિંહ ગોહિલ/સુરત :ગુજરાતના મંત્રી ઈશ્વર પરમારને મળી બે ધમકી ભરી ચિઠ્ઠી મળતા પોલીસ દોડતી થઈ હતી. ચિઠ્ઠીમાં ‘દોઢ કરોડ આપો નહિ તો બદનામ કરીશ’ તેવી ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં ધમકી આપનાર મહિલાની ધરપકડ કરી હતી. 


ગુજરાતમાં પણ ‘સુપર 30’ના આનંદ કુમારની જેવા શિક્ષક, ગરીબ વિદ્યાર્થીઓ માટે ખર્ચે છે પોતાની બધી આવક


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રી ઈશ્વર પરમારને એક ચિઠ્ઠી મળી હતી. આ ચિઠ્ઠીમાં ‘દોઢ કરોડ આપો નહિ તો બદનામ કરીશ’ તેવી ધમકી આપવામાં આવી હતી. અજાણી મહિલાએ એક ચિઠ્ઠી રાહદારી દ્વારા મંત્રીની ઓફિસ પહોંચાડી હતી. તો મહિલાએ ધમકીભરી બીજી ચિઠ્ઠી મંત્રીના પરિચિત મિત્રના ત્યાં મોકલાવી હતી. ઈશ્વર પરમારે ધમકી ભરી ચિઠ્ઠી બાદ અજાણી મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસને જાણ કરી હતી. બારડોલી પોલીસે તરત તપાસ શરૂ કરી હતી. બારડોલી પોલીસે તપાસ કરી તો અજાણી મહિલા બારડોલીની રહેવાસી નીકળી હતી.


સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી : નાવલી નદીમાં વરસાદી પાણી ફરી વળ્યા


મહિલાએ ધમકીભરી ચિઠ્ઠી લખી ધમકી આપવાનું કારણ પોલીસને જણાવ્યું તો ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, ટીવી પર આવતી ક્રાઈમ પેટ્રોલ સીરિયલ જોઈ મહિલાએ આ યોજના બનાવી હતી. પરંતુ પોલીસ દ્વારા તે ગણતરીના કલાકમાં બેનકાબ થઈ ગઈ હતી. ત્યારે મહિલાને ટીવી સીરિયલ જોઈ સ્ટંટ કરવુ ભારે પડ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :