ગુજરાતમાં પણ ‘સુપર 30’ના આનંદ કુમારની જેવા શિક્ષક, ગરીબ વિદ્યાર્થીઓ માટે ખર્ચે છે પોતાની બધી આવક

‘રાજાનો દીકરો રાજા નહિ બને, પરંતુ જે હકદાર છે તે જ રાજા બનશે...’ જી હાં, આ જબરદસ્ત ડાયલોગવાળી ૠત્વિક રોશન અભિનિત ફિલ્મ ‘સુપર 30’ રિલીઝ થઈ છે. બિહારના આનંદ કુમાર પર આ બાયોપિક બની છે, ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટી અને જેઈઈમાં પ્રવેશ અપાવવા માટેની આનંદકુમારે કરેલી કામગીરીથી સૌ કોઈ વાકેફ થયા છે. ત્યારે સુરતમાં પણ આનંદ કુમારની માફ એક યુવક પોતના આવકના રૂપિયા ખર્ચીને ગરીબ અને અનાથ બાળકોનું સીએ બનવાનું સપનું સાકાર કરી રહ્યો છે. તેમનું નામ છે સીએ રવિ છાવછરીયા. રવિએ સીએ સ્ટાર્સ નામથી ગરીબ અને વંચિત બાળકો માટે પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેનો લાભ અત્યાર સુધીમાં 180 જેટલા વિદ્યાર્થીઓને મળ્યો છે.
ગુજરાતમાં પણ ‘સુપર 30’ના આનંદ કુમારની જેવા શિક્ષક, ગરીબ વિદ્યાર્થીઓ માટે ખર્ચે છે પોતાની બધી આવક

તેજશ મોદી/સુરત :‘રાજાનો દીકરો રાજા નહિ બને, પરંતુ જે હકદાર છે તે જ રાજા બનશે...’ જી હાં, આ જબરદસ્ત ડાયલોગવાળી ૠત્વિક રોશન અભિનિત ફિલ્મ ‘સુપર 30’ રિલીઝ થઈ છે. બિહારના આનંદ કુમાર પર આ બાયોપિક બની છે, ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટી અને જેઈઈમાં પ્રવેશ અપાવવા માટેની આનંદકુમારે કરેલી કામગીરીથી સૌ કોઈ વાકેફ થયા છે. ત્યારે સુરતમાં પણ આનંદ કુમારની માફ એક યુવક પોતના આવકના રૂપિયા ખર્ચીને ગરીબ અને અનાથ બાળકોનું સીએ બનવાનું સપનું સાકાર કરી રહ્યો છે. તેમનું નામ છે સીએ રવિ છાવછરીયા. રવિએ સીએ સ્ટાર્સ નામથી ગરીબ અને વંચિત બાળકો માટે પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેનો લાભ અત્યાર સુધીમાં 180 જેટલા વિદ્યાર્થીઓને મળ્યો છે.

સુરતના રવિ છાવછરિયા નામના શખ્સ છેલ્લા અનેક વર્ષોથી આ પ્રમાણે ગરીબ અને માતા-પિતા વગરના બાળકોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું શિક્ષણ એક પણ રૂપિયા ફી લીધા વગર ભણાવી રહ્યા છે. સુરતના ઘોડદોડ રોડ પર સીએ રવિ પોતાની ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. જ્યાં મોટી સંખ્યામાં સીએ થવાની ઈચ્છા સાથે અનેક વિદ્યાર્થીઓ એડમિશન લે છે. હાલ અનેક વિદ્યાર્થીઓ રવિના ઇન્સ્ટિટ્યૂટમાં આવે છે. રવિ જ્યારે 20 વર્ષના હતાં અને સીએના છેલ્લા વર્ષમાં હતાં, ત્યારથી જ તેઓ સીએના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ત્રણ તબક્કાની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાની ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરી હતી, જ્યાં અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. આવામાં તેમને વિચાર આવ્યો કે ગરીબ વિદ્યાર્થીઓ હોય કે પછી જેમના માતા-પિતા નથી, તેવા બાળકોને પણ સીએ થવાનો અધિકાર છે, અને તેમને એવા વિદ્યાર્થીઓ શોધ્યા જે ભણવામાં હોશિયાર હોય, પરંતુ આર્થિક રીતે નબળા હોય. આ વિદ્યાર્થીઓને સીએ સ્ટાર્સ નામનો એક ટેસ્ટ આપવાનો હોય છે, આ ટેસ્ટ પાસ કર્યા બાદ વિદ્યાર્થીને સીએ રવિના ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મળે છે. 

સુરત અને ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓ પણ અહીં ટેસ્ટ આપવા આવે છે. જે વિદ્યાર્થીને પ્રવેશ મળે છે, તેઓનો ભણવાનો, રહેવાનો અને જમવાનો તમામ ખર્ચ સીએ રવિ પોતાની આવકમાંથી ઉપાડે છે. અત્યાર સુધીમાં 180 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી સીએ સ્ટાર્સ દ્વારા કરવામાં આવી છે અને જેમાંથી કેટલાકનું છેલ્લું સેમિસ્ટર છે. મહત્વની વાત એ છે કે, અભ્યાસ બાદ પ્લેસમેન્ટની વ્યવસ્થા પણ સીએ રવિ દ્વારા કરવામાં આવે છે. સીએ રવિ છાવછરિયા પાસે શિક્ષણ મેળવનારા લગભગ 90 ટકા વિદ્યાર્થીઓ સીએ પરીક્ષાના તમામ ત્રણ લેવલ સફળતાપૂર્વક પાસ કરે છે અને પ્રોફેશનલ કારકિર્દી બનાવવાની દિશામાં આગળ વધે છે. ભારતમાં સીએ સ્ટાર્ટ પોતાના પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે, જ્યાં કોઇપણ પ્રકારની ફી લીધા વિના વંચિત વિદ્યાર્થીઓને સીએ બનવા માટે જરૂરી શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પ્રોગ્રામનો ખર્ચ સીએ રવિ પોતે ઉપાડે છે. તેમજ તેઓ કોઇપણ પ્રકારનું દાન પણ લેતાં નથી. સીએ સ્ટાર્સના મોટાભાગના વિદ્યાર્થીઓ ફર્સ્ટ જનરેશન લર્નર હોય છે. 

https://lh3.googleusercontent.com/-gF2XM_8zqM0/XTQCaiQxsKI/AAAAAAAAIRI/w1nU_-qVdPY1eTRnc1rX6Y1EYcFfiRNPQCK8BGAs/s0/Surat_Ravi_CA2.JPG

સીએ રવિના ઈન્સ્ટિટયુટમાં જે બાળકોના માતા-પિતા શ્રમિક, ફુટપાથ વેન્ડર, નાના ખેડૂત અથવા રિક્ષા ડ્રાઇવર અથવા તો મા-બાપ બેમાંથી એક મૃત્યુ પામ્યા હોય છે. સીએ રવિ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સચોટ માર્ગદર્શનથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા સજ્જતા કેળવે છે. આ પ્રકારની પહેલથી અત્યાર સુધીમાં ઘણાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ લાવવામાં સફળતા મળી છે, તથા અન્યોને પ્રેરણા મળી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ નોન-ઇંગ્લિશ મીડિયમ બેકગ્રાઉન્ડ ધરાવે છે તથા ગામડા અને નાના શહેરોની સરકારી શાળામાંથી અભ્યાસ કરીને જીવનમાં આગળ વધવાનો મક્કમ નિર્ધાર અને જુસ્સો ધરાવતા હોય છે. હાલ આવા 180 વિદ્યાર્થીઓને તેઓ સ્વખર્ચે ભણાવી રહ્યા છે અને 125 વિદ્યાર્થીઓ બે
લેવલની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે. 

આવા ત્રણ બાળકોને અમે મળ્યા હતાં. હિતેશના પિતા નથી અને માતા લોકોના ઘરે કામ કરે છે. સુધા નામની યુવતીના પિતા કાપડ બજારમાં પાર્સલ પેકિંગનું કામ કરે છે, તો દિગ્વિજયના પિતા કડિયાકામ કરે છે. આ તમામ ભણવામાં હોંશિયાર છે. પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમને આશા ન હતી કે તેઓ પણ સીએનો અભ્યાસ કરી શકશે. પરંતુ આજે તેઓ ખુશ છે. કારણ કે રવિ છાવછારિયાના કારણે તેઓનું સીએ બનવાનું સપનું સાકાર થઇ રહ્યું છે.

સીએ બનવા માગતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સીએ રવી છાવછરિયા દર વર્ષે 40 થી 45 વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમને સીએની પરિક્ષામાં સફળ બનવા માટે તૈયાર કરે છે. ચાર વર્ષના સમય દરમિયાન આ વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ પ્રકારની ફી લીધા વિના તથા વિનામૂલ્યે રહેઠાણ અને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ‘સુપર 30’ના આનંદ કુમારની ભલે ચર્ચા દેશભરમાં થાય છે, ત્યારે સુરતમાં સીએ બનવું હોય તો ગરીબ અને આર્થિક રીતે મજબુર વિદ્યાર્થીઓ સીએ રવિનો સંપર્ક કરે છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news