ભરત ચુડાસમા/ભરૂચ: નેત્રંગ વનવિભાગના મહિલા RFO એ લાજ શરમ નેવે મુકી હોઈ એવો વીડિયો વાયરલ થતાં અને તેઓના અશોભનીય વર્તનથી વનકર્મીઓ હેરાન થઈ ગયા છે. બીટગાર્ડને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. RFO જસુબેન સરવૈયાની કામગીરીથી વનકર્મી-મજુરોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. બીટગાર્ડ દ્વારા RFO વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરતાં ચકચાર મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ


ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સહવિશેષ મહત્વ હોય છે. નારી તું નારાયણી જેવા શબ્દ પ્રયોગ મહિલા માટે પ્રયોગ થયા છે. પરંતુ નેત્રંગ વનવિભાગ RFO જશુબેન સરવૈયાની ધાકધમકીના કારણે વનવિભાગના કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબુર બન્યા છે. નેત્રંગ વનકર્મીને RFO જશુબેન સરવૈયા ફોન કરીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતાં ઘરે આવીને જાનથી મારી નાખવાની  ધમકી આપતો ઓડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ બાબતે વનકમીઁઓ નેત્રંગ પો.સ્ટેશનમાં RFO વિરૂદ્ધ ફરિયાદ આપતા ચકચાર મચી જવા પામી છે.


લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ


નેત્રંગ વનવિભાગના RFO પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરતાં નિતી-નિયમો વિરૂદ્ધ વનકર્મીઓને જંગલવિસ્તારમાં કામગીરી કરવા મજબુર કરાતા હોવાથી ભારે આક્રોશ જણાઇ રહ્યો છે. RFO ખોટા ખર્ચબુક કરાવી ધાકધમકી આપીને વનકર્મીઓ સહી કરાવે છે. જો વનકર્મીઓ નહીં કરે તો નોટીશ આપી ઘરે બેસાડી દેવાની ધમકી આપે છે. 


આજથી શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ


વનકર્મીઓ માનસિક-શારીરિક રીતે હેરાનપરેશાન થઈ જતાં જંગલવિસ્તારમાં ઉત્સાહથી કામગીરી પણ કરી શકતા નથી. તેવા ગંભીર મુદ્દાઓ પ્રકાશમાં આવતા નેત્રંગ વનવિભાગ વિવાદના વંટોળે ચડ્યું છે. ઉલ્લેખનીય છે કે, નેત્રંગ વનવિભાગના RFO જશુબેન સરવૈયાની ફરીયાદ છેક ગાંધીનગર સુધી પહોંચ્યાના અહેવાલ મળ્યા છે.