આજથી શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ, જાણો કોણે રહેવું પડશે સતર્ક
શનિની વક્રી ચાલથી તમામ રાશિઓ પર અસર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓને તેનાથી સારો એવો લાભ થઈ શકે છે. તો કેટલીક રાશિઓ એવી પણ છે જેને મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. ખાસ જાણો લકી રાશિઓ અને કોણે સાચવવું પડશે તે રાશિઓ વિશે....
શનિ 29 જૂનથી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થઈ રહ્યો છે અને આગામી 139 દિવસ સુધી આ અવસ્થામાં રહેશે. શનિ મહારાજ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે વક્રી થશે અને 15 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. શનિની વક્રી ચાલથી તમામ રાશિઓ પર અસર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓને તેનાથી સારો એવો લાભ થઈ શકે છે. તો કેટલીક રાશિઓ એવી પણ છે જેને મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. ખાસ જાણો લકી રાશિઓ અને કોણે સાચવવું પડશે તે રાશિઓ વિશે....
આ રાશિઓ માટે લકી રહેશે...
મેષ રાશિ
મેષ રાશિ: મેષ રાશિવાળા માટે આવનારા 5 મહિના ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા 11 માં ભાવમાં શનિદેવ વક્રી ચાલ ચલશે. આ રાશિના જાતકોને કરિયર લાઈફમાં અનેક ટાસ્ક મળી શકે છે. જે તમારા ગ્રોથમાં મદદ કરશે. આર્થિક લાભ થવાની શક્યતા વધુ છે. વેપારીઓને અનેક સારા રિટર્ન્સ મળી શકે છે. લવ લાઈફમાં અનેક ઉતાર ચડાવ જોવા મળશે. જેમને વાતચીતથી પતાવી શકાશે.
ધનુ રાશિ
ધનુ રાશિ: શનિની ઉલ્ટી ચાલ ધનુ રાશિવાળા માટે આવનારા 5 મહિના સુધી ફાયદાકારક રહી શકે છે. શનિ તમારા ત્રીજા ભાવમાં ઉલ્ટી એટલે કે વક્રી ચાલ ચલશે. સમાજમાં તમારી પદ પ્રતિષ્ઠા વધશે. શનિના શુભ પ્રભાવથી અનેક કાર્યોમાં સફળતા મળશે. આર્થિક મામલાઓમાં સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. જ્યારે રોકાણમાં અનેક પ્રકારના વિકલ્પો તમને મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિ: આ રાશિવાળા માટે કુંભ રાશિમાં શનિ વક્રી થવાથી 5 મહિનામાં ગૂડ ન્યૂઝ લાવી શકે છે. આ રાશિના 7માં ભાવમાં શનિ ગોચર કરશે. તમારી લાઈફમાં પોઝિટિવિટી રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ રહેશે. હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે. પરિવારના સભ્યો સાથે ફરવા જઈ શકો છો. વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ ખુબ સારી રહેશે.
કોણે રહેવું પડશે સાવધાન? એ પણ જાણી લો.
વૃષભ રાશિ
વૃષભ રાશિ: આ રાશિના દસમા ભાવમાં શનિ વક્રી થશે. આવામાં કરિયર પર નકારાત્મક અસર પડી શકે છે. નાના નાના કામમાં કોઈને કોઈ અડચણ આવી શકે છે. ઈચ્છીત સફળતા મેળવવામાં વિલંબ થઈ શકે છે. તમારી અંદર મહેનત, પ્રતિભા, લગન બધુ છે. પરંતુ સફળતા મેળવવાના ચાન્સ છતાં પણ ઓછા જોવા મળી રહ્યા છે. બિઝનેસમાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ ડામાડોળ રહી શકે છે. બિઝનેસ હોય તેમણે સંભાળવું કારણ કે નુકસાનના યોગ છે.
મિથુન રાશિ
મિથુન રાશિ: આ રાશિના નવમાં ભાવમાં શનિ વક્રી થવા જઈ રહ્યો છે. આવામાં સંભાળવાની જરૂર છે. દરેક કામમાં કોઈને કોઈ પ્રકારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે છે. અસંતોષ રહી શકે છે. નોકરી બદલવાની કોશિશ કરતા હશો તો થોડી રાહ જોવી પડશે. પરંતુ આધ્યાત્મ તરફ ઝૂકી શકો છો. માનસિક શાંતિ મળી શકે છે.
Disclaimer
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos