‘હું કંઈ પથારી ગરમ કરવાવાળી નથી...’ મહિલા અને સુરેન્દ્રકાકાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ
- સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી સુરેન્દ્ર કાકા અને ભાજપનાં મહિલા કાર્યકરની આ વાયરલ ઑડિયો ક્લિપમાં ટિકિટ કપાતાં ભાજપનાં મહિલા કાર્યકર એક વખત નહીં બબ્બે વખત ફોન કરે છે અને પૂછે છે કે તેની ટિકિટ કોણે કાપી
ઝી મીડિયા/બ્યૂરો :સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટો મુદ્દે અસંતોષની આગ ઠરી નથી ત્યાં જ સોશિયલ મીડિયામાં એક ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઑડિયો ક્લિપમાં અમદાવાદના ચાંદલોડિયા વૉર્ડમાંથી એક મહિલાની ટિકિટ કપાતાં તે સુરેન્દ્ર કાકાને ફોન કરે છે અને પૂછે છે કે તેમની ટિકિટ કેમ કાપી અને કોણે કાપી. અમદાવાદમાં સુરેન્દ્ર કાકાના નામથી જો કોઈ જાણીતું હોય તો તે છે ભાજપના સિનિયર નેતા સુરેન્દ્રભાઈ પટેલ. પરંતુ ઝી 24 કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું.
ટિકિટ કપાયા મહિલાએ આત્મહત્યા કરવાની ચીમકી આપી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી સુરેન્દ્ર કાકા અને ભાજપનાં મહિલા કાર્યકરની આ વાયરલ ઑડિયો ક્લિપમાં ટિકિટ કપાતાં ભાજપનાં મહિલા કાર્યકર એક વખત નહીં બબ્બે વખત ફોન કરે છે અને પૂછે છે કે તેની ટિકિટ કોણે કાપી... આ માટે તે સુરેન્દ્ર કાકા સાથે ઝઘડો પણ કરે છે. આ વાયરલ ઑડિયો ક્લિપમાં મહિલાનું નામ મુગ્ધાબેન મિસ્ત્રી છે અને તે અમદાવાદના ચાંદલોડિયા વૉર્ડમાં ટિકિટ કપાણી તે મુદ્દે વાત કરી રહ્યાં છે. ઑડિયો ક્લિપમાં જે વાતચીત થઈ છે તે મુજબ રાજેશ્વરીબેનને ટિકિટ મળતાં મુગ્ધાબેન રોષે ભરાયાં છે અને સુરેન્દ્ર કાકાને ફોન કરીને ટિકિટ કપાવાનું કારણ પૂછ્યું છે. ટિકિટ કપાતાં સ્યૂસાઈડ નોટ લખીને આત્મહત્યાની ચીમકી પણ તે આપી રહ્યાં છે. તો જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ઑડિયો ક્લિપમાં શું વાતચીત થઈ છે.
આ પણ વાંચો : કોંગ્રેસ vs પાટીદારની લડાઈ આરપારની બની, સુરતમાં મોડી રાત્રે PAASની બેઠકમાં કંઈક મોટું રંધાયું
હું પથારી ગરમ કરવાવાળી નથી
તો સાથે જ આ મહિલા સુરેન્દ્ર કાકા સામે આરોપ કરતા કહે છે કે, સાહેબ તમે જે મારા માટે ખોટું કર્યું ને પણ ભગવાનને જવાબ આપવા માટે તૈયાર રહેજો. રાજેશ્વરીને ટિકિટ તમે અપાવી અને મને કહ્યું કે મારી ટિકિટ તમે નથી કાપી, પણ મારો શ્રાપ છે તમને. એટલું યાદ રાખજો. કાર્યાલય પરથી બોલું છું. તમને કાપવામાં શું રસ હતો કે રાજેશ્વરીને ટીકીટ મળે એમાં તમને શું રસ હતો... મને અત્યારે મારી ટિકિટ જોઇએ. તમે મને ઓળખો છો, તમે મારા વિસ્તારમાં આવ્યા હતા. તમે મારી ટિકિટ કઇ રીતે કાપી. હું અત્યારે ખાનપુર કાર્યાલય પર જ ઊભી છું. મારું નામ છેક સુધી હતું. તમને રાજેશ્વરી એટલી બધી કેવી રીતે વહાલી લાગી ગઇ કે તેને ટિકિટ અપાવી દીધી. તમે કઇ રીતે કહી શકો કે નથી કાપી. સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી એટલું સમજી લેજો.
આ પણ વાંચો : આજે અમિત શાહ ગુજરાતમાં, ચૂંટણી પહેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓને બળ આપશે
તો સુરેન્દ્ર કાકાની વાયરલ ઓડિયો ક્લિપ મામલે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, ચૂંટણી સમયે આ પ્રકારના આરોપ થતા હોય છે. પક્ષના નેતાઓ અંગેના આરોપોમાં કોઈ તથ્ય નથી. ટિકિટ ન મળનાર ને ચોક્કસ દુઃખ અને આક્રોશ હોય છે પણ પાર્લામેન્ટ્રી બોર્ડમાં તમામ વિચારો કરીને ટિકિટ આપવામાં આવે છે.