અમરેલી : કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે મોટા ભાગનાં ઉદ્યોગ ધંધા બંધ છે અને લોકો ઘરે જ રહેવા માટે સરકાર દ્વારા જણાવાયું છે. જો સતત ઘરે રહેવાનાં કારણે લોકો મનોવૈજ્ઞાનિક રીતે ખુબ જ ચિડિયા બની ગયા છે. જેના કારણે ઘરેલુ હિંસાનાં કેસમાં પણ વધારા થઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UKથી આવેલા દર્દીએ કોરોના મુક્ત થઇ કહ્યું, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ખુબ જ નિષ્ઠાવાન

અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકામાં પણ આવી એક કરૂણાંતિકા બની હતી. ગામના સીમ વિસ્તારમાં આવેલા કુવામા માતાએ બે પુત્રો અને એક પુત્રી સાથે પડતું મુક્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ તત્કાલ દોડી આવી હતી અને ચારેયનાં મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના ઘર કંકાસનાં કારણે ઘટી હોવાનું સામે આવ્યું હતું. 


ગુજરાતમાં હવે બીજા સર્વેની કામગિરી ચાલુ થશે, ગામડાઓ પર વધારે ધ્યાન આપવામાં આવશે


ઘટના અંગે જાણ થતા ડીવાયએસપી  નાયબ મામલતદાર સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમણે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી, ધારાસભ્ અંબરીસ ડેર પણ દોડી આવ્યા હતા. લોકડાઉન સમયે જ પરિવારે સામુહિક આપઘાત કરતા અનેક પ્રકારની ચર્ચાઓ લોકોમાં ઉઠી રહી છે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube