ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુર્ગાબેન ચૌહાણ નામની મહિલાને સાપ કરડતા મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીંના દ્રશ્યો જોઈને સો કોઈ ચક થઈ ગયા હતા. અહીં મહિલા સાપ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. સાપને મારી નાંખ્યા બાદ ત્યારબાદ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. મહિલાએ હોસ્પિટલમાં સાપ બતાવતા ડોકટર અને નર્સિંગ સ્ટાફ ચોંકી ગયા હતા. જાણવા મળ્યું હતું કે સાપ ઝેરી છે કે નહીં તે જાણવા દુર્ગા બેન મૃત સાપને સાથે લઈને આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારો પતિ નપુંસક છે મને સુખ નથી આપતો, પતિ વડોદરા એરફોર્સ બેઝ પર સ્ક્વોડ્રન લીડર 


કોઠારીયા સોલવન્‍ટ પચ્‍ચીસ વારીયામાં રહેતાં દૂર્ગાબેન બબ્‍બનભાઇ ચૌહાણ (ઉ.વ.45) નામના મહિલાને સવારે ઘરે સુતા હતાં ત્‍યારે હાથમાં નાનકડા સાપે દંશ મારતાં તેઓ જાગી ગયા હતાં. દેકારો મચાવતાં તેમનો પુત્ર જાગી ગયો હતો અને સાપને લાકડી ફટકારી મારી નાંખ્‍યો હતો.


'તારા લગ્ન કોઈની સાથે નહીં થવા દઉં...', ધમકીને વશ થઈ લગ્ન કર્યા તો શરીરસુખ માણવા...'


દૂર્ગાબેનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. અહિ ઇમર્જન્‍સી વિભાગમાં ડોક્‍ટર તેમને તપાસી રહ્યા હતાં ત્‍યારે તેના સગાએ મૃત સાપ પણ કાઢીને બતાવતાં ડોક્‍ટર, નર્સિંગ સ્‍ટાફ ચોંકી ગયો હતો. સાપ ઝેરી છે કે બીનઝેરી તે જાણી શકાય એ માટે ડોક્‍ટરને બતાવવા તેને મારીને સાથે લાવ્‍યાનું રટણ સગાએ કર્યુ હતું. દૂર્ગાબેન અને તેના પરિવારજનો કારખાનામાં મજૂરી કરે છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસમાં નોંધ કરાવી હતી.


BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ વધાર્યું સંસ્થાનું ગૌરવ, PHOTOs


રાજકોટના કોઠારિયામાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા દુર્ગાબેન ચૌહાણ પોતાના પતિ સાથે અહીં રહે છે. તેઓને ગત રાત્રે પોતાના સુઈ રહ્યા હતા ત્યાર પછી તેમને સાપ હોય તેવું લાગ્યું જેથી તેમણે તેને દૂર ભગાડતા તે ફ્રીઝ નીચે જઈને છુપાઈ ગયો. દરમિયાનમાં દુર્ગાબેનનું કહેવું એવું છે કે, તે પછી તેઓ કડવો લીમડો પણ ખાય તો પણ તેમને મીઠો લાગતો હતો, મરી ખાય તો પણ મીઠા લાગે, મરચું પણ તીખું લાગતું ન હતું. તેથી મને લાગ્યું કે નક્કી હું જ્યારે ઉંઘમાં હતી ત્યારે તે મને કરડી ગયો છે.


આવા સંતાનો કોઈને નો આપતા! મામાના દીકરાએ બે સગી બહેનોને બ્લેકમેઈલ કરી માણ્યું શરીરસુખ


આ અંગે જીવદયા માટે સતત કામગીરી કરતા વિજય ડાભી કે જેઓ અગાઉ ઘણા સાપનું રેસ્ક્યૂ કરી ચુક્યા છે તેઓ કહે છે કે, મહિલા જે સાપને મૃત અવસ્થામાં લઈને હોસ્પિટલ પહોંચ્યા છે તે સાપને ‘રુપ સુંદરી’ કહે છે. તે બિનઝેરી હોય છે.