કેતન બગડા, અમરેલીઃ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સમાજ પર લાંછન લગાડતી ઘટના સામે આવી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામમાં રહેલી એક મહિલાએ પોતાના પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યાં હતા. પરંતુ મહિલાના બીજા લગ્ન તેના પહેલા પતિના પરિવારજનોને ન ગમતા મહિલાને ઢોર માર માર્યો હતો. મહિલાને પીલર સાથે બાંધીને લાકડી વડે ફટકારવામાં આવી હતી. મહિલાને અપાતી આ તાલીબાની સજાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર બાબરા તાલુકાના ગળકોટડી ગામમાં એક મહિલાના પતિનું ચાર વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ મહિલાએ અન્ય પુરૂષ સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા. આ મહિલા ગઈકાલે ગળકોટડી ગામમાં પહોંચ્યા હતા. ત્યારે પૂર્વ પતિના પરિવારજનોએ મળીને આ મહિલાને માર માર્યો હતો. મહિલાને પીલર સાથે બાંધીને લાકડી વડે ફટકારવામાં આવી હતી. 


આ પણ વાંચોઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, આવતીકાલે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન


આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયો પ્રમાણે એક મહિલાને બે મહિલાઓ પીલરમાં હાથ પકડીને ઉભી રાખે છે, જ્યારે એક પુરૂષ હાથમાં લાકડી લઈને આ મહિલાને ઢોર માર મારે છે. ત્યારબાદ મહિલાઓ પીડિત મહિલાને ધક્કો મારીને જમીન પર પછાડી નાખે છે. આ દરમિયાન મહિલા બચાવવા માટે રાડો પણ પાડે છે. અન્ય એક વીડિયોમાં મહિલાઓ પીડિતાના હાથની બંગડી પણ ભાંગી નાખે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube