અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, આવતીકાલે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 સુધી ભવ્ય રીતે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 14 ડિસેમ્બર (બુધવાર) એ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ નગરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, આવતીકાલે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

અમદાવાદઃ BAPS (બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) દ્વારા અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. અમદાવાદના એસપી રિંગરોડ પર ઓગણજ ખાતે 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે. અહીં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 સુધી ભવ્ય રીતે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 14 ડિસેમ્બર (બુધવાર) એ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ નગરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. પીએમ મોદી 5.30 કલાકે સીધા એરપોર્ટથી ઓગણજ પહોંચશે. ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. પીએમ મોદીના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મોદીની સાથે મહંત સ્વામી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સાધુ સંતો પણ હાજર રહેશે. 

પ્રમુખ સ્વામી નગરની શું છે વિશેષતા?
પ્રમુખ સ્વામી નગરની શું વિશેષતા છે તેની વાત કરીએ પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. નગરની અંદર અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સાથે જ અહીં રાત્રિના સમયે ગ્લો ગાર્ડન પણ માણી શકાશે. 3,600 સ્વયં સેવકોએ ગ્લો ગાર્ડન તૈયાર કર્યું છે અને 8 હજાર 300 લાઈટ સ્કલપચર તૈયાર કર્યાં છે.

એક મહિનો અમદાવાદના આંગણે ભવ્ય કાર્યક્રમ
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે.

બાળનગરીમાં કેવો આકર્ષણો છે?
બાળ નગરી પણ તૈયાર કરવામાં આવી છે. જેમા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પણ જોવા મળશે. બાળનગરીમાં 6થી 7 હજાર બાળકો એનું સંચાલન કરશે..

પ્રમુખ સ્વામી નગરના અન્ય આકર્ષણોઃ
પ્રમુખ સ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ છે. પ્રમુખ સ્વામી મહારાજ સભા ગૃહ અને નારાયણ સભાગૃહ જેમા વિચાર સમારોહ થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15 ડિસેમ્બરે નારાયણ સભા ગૃહનું ઉદ્ઘાટન કરશે. સભા ગૃહમાં 21 પરિષદ, 14 પ્રોફેશનલ અને 7 એકેડેમીક પરિષદો યોજાશે. મેડિકલ, જમવાની, અધ્યામિક્તાની, સ્પોર્ટ્સ સહિત તમામ સુવિધાઓ છે... જો કોઈ પાસે સમય ઓછો છે તો 20 મિનિટમાં સાર સમજવો હોય તો એક લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આધૂનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1 લાખ કરતાં વધુ લોકો હશે, સ્ટેજ કાર્યક્રમ થશે અને સંબોધન પણ ત્યાં થશે. 15 ડિસેમ્બરે નારાયણ સભાગૃહ છે, ત્યાં 1 હજાર લોકો સમાવી શકાય એવો સમારોહ થશે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ત્યાં ઉદઘાટન થશે, માનવ ઉત્કર્ષનું આંતરાષ્ટ્રીય અધિવેશન 1 મહિના સુધી ચાલશે. સતત સાંજે 5 થી 7.30 દરમિયાન 1 મહિના સુધી રોજ જુદા જુદા કાર્યક્રમ થશે. 19 અને 20 તારીખે ટેમ્પલ આર્કિટેકચર પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. સોમપુરાઓનું સન્માન થશે.

21 અને 22 ડિસેમ્બરે SC અને ST માટે સંતોના યોગદાન સાથે પરિષદ યોજાશે. તેમના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહેશે. 25 મીએ હરિદ્વાર, અયોધ્યા, જમ્મુ, કન્યાકુમારી, દ્વારકા, ત્રિપુરા આસામ સહિત અલગ અલગ તીર્થ, મઠના મહાન સંતો હાજર રહેશે. દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ મહારાજ ઉપસ્થિત રહેશે. 26મીએ સ્વામી નારાયણ સંત સાહિત્ય પર સાહિત્યકારો હાજર રહેશે. 31મીએ ભારતના 18 સંસ્કૃત યુનિવર્સિટીથી VC આવશે, તમામ મોટા વિદ્વાન જેમના દર્શન માટે રાહ જોવી પડે છે એ હાજરી આપશે. 

1 જાન્યુઆરીએ બાળકો અને યુવાનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરશે. 4 જાન્યુઆરીએ ગુજરાત ડેનો કાર્યક્રમ કરાશે. 5 મિએ મહિલા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ, 6, 7, 8, 9 અને 11 મીએ મિડલ ઇસ્ટનાં લોકો હાજર રહેશે. યુએસ અને કેનેડાના લોકો 7 અને 8મીએ. યુકે અને યુરોપના લોકો 8મીએ, આફ્રિકા ડે 9 મીએ ઉજવવામાં આવશે. 11 મીએ એશિયા પેસિફિક ડે રહેશે. 12 તારીખે અક્ષરધામ ડે, 13 તારીખે સંગીત દિવસ, 15 જાન્યુઆરીએ આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે.

ભારત અને વિદેશના તમામ પ્રસિદ્ધ લોકો હાજરી આપશે. નારી ઉત્કર્ષ મંડપમાં 10 થી 12 વાગ્યા દરમિયાન રોજ મહિલા સંવાદ થશે. બે કોન્ફરન્સ હોલ છે, જેમાં 21 પરિષદ થશે, 14 પ્રોફેશનલ અને 7 એકેડેમીક પરિષદ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news