તેજસ મોદી/સુરત: સુરતમાં નકલી નોટો બનાવાનું કારાનાખુ પકડાતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. સુરત પોલીસે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 100 અને 500ની તથા 2000ની 80 લાખ જેટલી નકલી નોટો સાથે બે આરોપીને ઝડપી લીધા છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંન્ને આરોપી રાજ્યમાં ડુપ્લીકેટ નોટો છાપવાનું કાર્ય કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત પોલીસે ચોક્કસ બાતમીને આધારે એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર સચિન વિસ્તારના શિવરંજની એપાર્ટમેન્ટ પર પોલીસે ચોક્કસ બાતમીને આધારે ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપી ફરર થઇ ગઇ છે. પોલીસે 85 લાખ 22 હજારની નકલી નોટો સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રહ્યો છે.


મહિસાગર: તંત્રની બેદરકારીના કારણે આ ગામમાં જીવના જોખમે બાળકો કરે છે અભ્યાસ


જુઓ LIVE TV



પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી ભાવનગર અને અમરેલીમાં ડુપ્લીકેટ નોટો છાપવા અંગેના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી 85 લાખ જેટલી નકલી નોટો પોલીસે જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસારા આરોપીઓ દ્વારા અગાઉ પણ બનાવટી નોટો સપ્લાય કરવાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે, આ નોટો કેટલી માત્રામાં છાપવામાં આવી હતી અને બજારમાં ક્યાં વિસ્તારમાં આ પ્રકાની નોટો વટાવામાં આવી તે અંગેની તપાસ શરૂ કરી છે.