મહિસાગર: તંત્રની બેદરકારીના કારણે આ ગામમાં જીવના જોખમે બાળકો કરે છે અભ્યાસ

જિલ્લાના પાંસરોડાથી સારીયા જવાના માર્ગ ઉપર કેડ સમા પાણી ભરાતા લોકોને તેમજ શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના પાંસરોડાથી સારીયા જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક ગામના લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

મહિસાગર: તંત્રની બેદરકારીના કારણે આ ગામમાં જીવના જોખમે બાળકો કરે છે અભ્યાસ

અલ્પેશ સુથાર/મહિસાગર: જિલ્લાના પાંસરોડાથી સારીયા જવાના માર્ગ ઉપર કેડ સમા પાણી ભરાતા લોકોને તેમજ શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના પાંસરોડાથી સારીયા જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક ગામના લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

સારીયા,પાંસરોડા,આકલીયાના મુવાડા  ગામ સુધી જવા આ માત્ર એક જ રસ્તો છે અને દર ચોમાસામાં આ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકો ચોમાસાના ચાર મહિના હેરાન પરેશાન થવું પડે છે અને બાળકોને શાળા જવા કે પછી અન્ય લોકો ને કઈ પણ લેવા જવા માટે આ એક માત્ર રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. ત્યારે વર્ષો પરિસ્થિતિ એની એજ રહી અને જીવના જોખમે પાણી માંથી પસાર થવા અહીંના સ્થાનિક બાળકો મહિલાઓ તેમજ ગામ લોકો મજબૂર બન્યા છે.

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસ: BJPના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 દોષિત જાહેર

જો વરસાદ વધારે હોય તો આ રસ્તા ઉપર એટલું બધું પાણી ભરાઈ જાય છે જેથી બાળકો શાળાએ પણ જઇ શકતા નથી અને અન્ય ઘર વખરી પણ લેવા જવાતું નથી જેથી સ્થાનિક બાળકોને ચોમાસાના ચાર મહિના અભ્યાસથી વંચિત રહેવું પડે છે. જેથી બાળકોનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે. સારીયા પાંસરોડા અને આકલીયાના મુવાડા ગામ આમ ત્રણ ગામ મળી અંદાજીત 100 ઘરની વસ્તી ધરાવે છે. આ તમામ કુટુંબો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ડેરીમાં દૂધ ભરી પોતાના પરિવારનું પેટ ભરે છે. પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ આ રસ્તા ઉપર ઢીંચણ સામ પાણી ભરાઈ જાય છે. 

જો વધારે વરસાદ હોય તો આ રસ્તા ઉપર નીકળવું પણ મુશ્કેલ બને છે જેથી ગામના સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને પોતાના પરિવારનું કેવી રીતે પેટ ભરવું તેવી મૂંઝવણ પણ ગામ લોકોંને સતાવી રહી છે. ત્યારે ગામ લોકોની વર્ષોથી અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ એની એજ રહી છે. સરકાર અને તંત્ર પાસે જલ્દીથી જલ્દી આ રસ્તો બને અને ગામ લોકોની સમસ્યા દૂર થાય તેવી વિનંતી સરકાર પાસે કરી રહ્યા છે. 

2009 ઓઢવ લઠ્ઠાકાંડ કેસ: કોર્ટે આપ્યો ચુકાદો, વિનોદ ડગરી સહિત 6 આરોપી દોષિત
 
આઝાદી પૂર્વેના આ રસ્તો જે પરિસ્થિતિમાં છે તે જ પરિસ્થિતિ અંગે ગામ લોકોએ અનેક વાર ધારાસભ્ય,તાલુકા પંચાયત ,જિલ્લામાં અને સરકારમાં પણ અનેક વાર રજુઆત કરી ચુક્યા છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં સરકાર કે તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે સ્થાનિક સરપંચને આ રસ્તા ને લઈ-પુછતા ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છેલ્લા બે વર્ષથી સાંસદ તેમજ ધારાસભ્ય દવારા પણ રજુઆત કરવા છતાં આજ દિન સુધી મંજુર કરવામાં નથી આવ્યોનું જણાવી રહ્યા છે.

 
ત્યારે સવાલ એ છે કે  દેશ આઝાદ થયા ના આટલા વર્ષો પછી પણ અહીંના  સ્થાનિક લોકો એક રસ્તા ને લઇ  સરકાર અને તંત્ર પાસે અનેક વાર રજૂઆતો કરી છે પરંતુ  સુ સરકાર અને તંત્ર ને જાણે આ લોકો માં સુ રસજ નથી-? - ત્યારે હવે આ રસ્તો કયારે બને છે તે તો આગામી સમયજ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news