મૌલિક ધામેચા/અમદાવાદ: મહિલા પોલીસકર્મીને જ હવે પોલીસનો સહારો લેવાનો વારો આવ્યો છે. શહેરના પૂર્વવિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી મહિલા પોલીસકર્મીએ તેના સાસરિયાઓ 20 લાખ રૂપિયા દહેજ માંગી ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. મહિલા એએસઆઇનો પતિ દહેજ આપનારી પ્રેમિકા સાથે પણ રહેવા લાગ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 
               
પોલીસકર્મી તરીકે નોકરી કરતી એક મહિલા એએસઆઇએ તેના સાસરિયાઓ સહિત સાત લોકો સામે માનસિક શારિરીક ત્રાસ અને દહેજ માંગતા હોવાની વટવા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા એએસઆઇના લગ્ન વર્ષ 2014માં થયા હતા. ત્યારબાદ તેના સાસરિયાઓએ તેની પાસે અને તેના પિતા પાસે 20 લાખ રૂપિયા દહેજ માંગવાની શરૂઆત કરી હતી.


રાજકોટ: સફાઇ કર્મચારીએ 15 વર્ષના દિવ્યાંગ સાથે આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે મહિલા એએસઆઇના પિતાની ક્ષમતા ન હોવાથી તે મનાઇ કરતી અને તેને લઇને સાસરિયાઓ ત્રાસ આપતા હતા. અનેક સમય સુધી ત્રાસ સહન કર્યા બાદ મહિલા પોલીસ કર્મીના પતિએ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બાંધી લેતા આખરે કંટાળીને તેણે વટવા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


આસ્થાનો અજીબ કિસ્સો: ખોડિયાર મંદિરમાં ચોરી થયા બાદ જોવા મળ્યો ‘મગર’


મહિલા પોલીસ કર્મીનો પતિ રાજેશ આ મહિલા પોલીસકર્મીને માર પણ મારતો હતો. 20 લાખ દહેજ ન આપતા આ પતિએ તેમના સમાજની અને મુળ અરવલ્લીની પ્રિયંકા ડામોર સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો. જ્યારે મહિલા પોલીસ કર્મી જુનાગઢ ખાતે ટ્રેઇનીંગમાં ગઇ ત્યારે પ્રિયંકા તેના ઘરે રહેતી અને તેનો પતિ પણ આ મહિલા પોલીસને ફોન કરાવતો અને રાજેશ હવે તેનો થઇ ગયો છે તેવું પ્રેમિકા સાથે કહેવડાવતો હતો. 


અમદાવાદ: ચારિત્ર્યની શંકા રાખી પતિએ કરી પત્નીની હત્યા, આરોપીની ધરપકડ



હાલ તો પોલીસે આરોપી રાજેશની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરી દીધો હતો. જો કે લોકોની ફરિયાદો સાંભળતી પોલીસને જ હવે પોલીસ ફરિયાદ કરી પોલીસ પાસે ન્યાયની માંગ કરવાની ફરજ પડી છે જે બાબત પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.