આસ્થાનો અજીબ કિસ્સો: ખોડિયાર મંદિરમાં ચોરી થયા બાદ જોવા મળ્યો ‘મગર’

જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામે અસ્થાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. પાલ્લા ગામમાં આવેલા ખોડિયાર મંદિરમાં ચોરી થયા બાદ મંદિરમાં મગર આવી જતા લોકોએ આસ્થાના નામે તેની પૂજા કરવાની શરૂઆત કરી લીધી હતી. અને મગરને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ લાગી હતી. 

આસ્થાનો અજીબ કિસ્સો: ખોડિયાર મંદિરમાં ચોરી થયા બાદ જોવા મળ્યો ‘મગર’

અલ્પેશ સુથાર/મહિસાગર: જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામે અસ્થાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. પાલ્લા ગામમાં આવેલા ખોડિયાર મંદિરમાં ચોરી થયા બાદ મંદિરમાં મગર આવી જતા લોકોએ આસ્થાના નામે તેની પૂજા કરવાની શરૂઆત કરી લીધી હતી. અને મગરને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ લાગી હતી. 

મંદિરમાં ગત રાત્રી દરમિયાના ચોરી થયા બાદ મંદિરના ગર્ભગૃહમાં ક્યાંથી મગર આવી ચડ્યો હતો. આ મગર ચોરી થયા બાદ તરત જ મંદિરમાં આવી જતા લોકોએ તેને ખોડિયાર માતાજીનો મગર હોવાનું અનુમાન લગાવી રહ્યા હતા. ઘટનાની જાણ આજુબાજુના ગામમાં થતા લોકોના ટોળે ટોળા મંદિરમાં મગરના દર્શનાર્થે ઉમટ્યા હતા.

ઘટનાની અંગેની જાણકારી વન વિભાગને થતા મંદિરમાંથી મગરનું રેસ્કયું કરવામાં આવ્યું હતું અને તેને બાજુના તળાવમાં છોડી દેવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લામાં આવેલા આ ખોડિયાર માતાના મંદિરમાં એક-એક ગર્ભગૃહમાં મગર આવી ચડતા લોકોમાં કુતુહલ પણ જોવા મળ્યું હતું. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news