નચિકેત મહેતા/ ખેડા: ખેડા જિલ્લાના સરસવણી અકલાચા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એ મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખેસડાયા હતા. જો કે, અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડા જિલ્લાના સરસવણી અકલાચા રોડ પર આવેલા શત્રુંડા પાટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. રીક્ષા, બાઈક અને પીકઅપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રીક્ષાનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ અંગે પોલીસ તેમજ 108 ને જાણ કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- કોરોનાની ત્રીજી લહેર સામે સુરત નવી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ શરૂ, બાળકો માટે ઘાતક સાબિત થશે આ વેરિયન્ટ


અકસ્માતની જાણ થતા જ મહેમદાવાદ પોલીસ અને 108 ઘટના સ્થળ પર દોડી આવી હતી. જ્યાં 108 ની મદદથી અકસ્માતમાં થયેલા 4 ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જે અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube