કોરોનાની ત્રીજી લહેર સામે સુરત નવી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ શરૂ, બાળકો માટે ઘાતક સાબિત થશે આ વેરિયન્ટ

હાલ કોરોનાની બીજી વેવમાં કેસોમાં ઘટાડો આવ્યો છે. જો કે, ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે સમગ્ર દેશમાં તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજી વેવને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Updated By: Jul 20, 2021, 03:25 PM IST
કોરોનાની ત્રીજી લહેર સામે સુરત નવી સિવિલ હોસ્પિટલની તૈયારીઓ શરૂ, બાળકો માટે ઘાતક સાબિત થશે આ વેરિયન્ટ

ચેતન પટેલ/ સુરત: હાલ કોરોનાની બીજી વેવમાં કેસોમાં ઘટાડો આવ્યો છે. જો કે, ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે સમગ્ર દેશમાં તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજી વેવને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓક્સિજન સપ્લાયમાં વધારો, બેડમાં વધારો, તબીબને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, કેસમાં ઘટાડો થતાની સાથે જ લોકો ભાન ભૂલ્યા હોય તેમ અલગ-અલગ જગ્યાઓ પર ફરવા માટે નીકળી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા પણ ઉડાડી રહ્ય છે. આ જોતા કોરોનાની ત્રીજી વેવ આવવાની પૂરેપૂરી શક્યાતાઓ વ્યક્ત કરવામં આવી છે. ત્યારે ત્રીજી વેવને લઇને સમગ્ર દેશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સુરતની વાત કરીએ તો નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:- સુરતના ખાતામાં આવી વધુ એક ઝળહળતી સિદ્ધિ 

સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 1600 બેડની સુવિધા બે બિલ્ડિંગોમાં ઉભી કરવામાં આવી છે. હવે બેડની વધારાની સુવિધા ઉભી કરી શકાય તેવી વ્યવસ્થા નથી. જેથી બેડ વધારવામાં આવશે નહિ. જો કે, બાળકોને લઇને આ વેરિયન્ટ ઘાતક રૂપ સાબિત થયા તેમ છે. જેથી પીડિયાટ્રિક વિભાગમાં 200 બેડ ઉભા કરવામાં આવ્યા છે. આવા બાળકોમાં કેર ટેકર તરીકે તબીબો અને નર્સને ટ્રેનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:- પાટીલનું 1 વર્ષ પૂર્ણ: એવા નિર્ણયો કર્યા કે જેના માટે સાચે જ 56ની છાતી જોઇએ

દવાઓના પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને બીજી લહેરમાં દૈનિક 60 થી 70 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી. જો કે, ત્રીજી વેવને જોતા સપ્લાય વધારી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં જ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી 90 મેટ્રિક ટન સપ્લાય શરૂ થયા તેવું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube