જામનગરમાં રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ઘુસી દુષ્કર્મના આરોપીને ચખાડ્યો મેથીપાક
સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાના મામલામાં ચોથા આરોપીને આજે જ્યારે પોલીસ દ્વારા ઝડપી પોલીસ સ્ટેશન લઇ જવાઈ રહ્યો હતો ત્યારે મહિલા કોંગ્રેસ અને નગરસેવીકા દ્વારા આરોપીને ચપ્પલ વડે મારમારવામાં આવીને પોતાનો રોષ પ્રદર્શીત કર્યો હતો. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ મહિલાઓ દ્વારા અંદર ઘુસીને તેને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.
મુસ્તાક દલ/જામનગર : સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાના મામલામાં ચોથા આરોપીને આજે જ્યારે પોલીસ દ્વારા ઝડપી પોલીસ સ્ટેશન લઇ જવાઈ રહ્યો હતો ત્યારે મહિલા કોંગ્રેસ અને નગરસેવીકા દ્વારા આરોપીને ચપ્પલ વડે મારમારવામાં આવીને પોતાનો રોષ પ્રદર્શીત કર્યો હતો. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ મહિલાઓ દ્વારા અંદર ઘુસીને તેને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.
મેયર બાયોડાયવર્સિટી પાર્કનાં ઉદ્ધાટનમાં ભુલ્યા નિયમો, સોશિયલ ડિસ્ટન્સિંગ નેતાઓ માટે મજાક?
જામનગર શહેરમાં એક સગીરા પર દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે, ત્યારે આજે આ ઘટનામાં ચોથો આરોપી મોહિત આંબલીયાને પોલીસ દ્વારા ખંભાળિયાના ખજુરીયા ગામેથી ઝડપી મહિલા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વિરોધ કરી રહેલી શહેર મહિલા કોંગ્રેસની બહેનો અને કોંગ્રેસ નગરસેવિકા દ્વારા દુષ્કર્મના નારાધામ આરોપીને ચપ્પલ વડે માર મારવામાં આવ્યો હતો.
કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શન ઉચ્ચા ભાવ વેચતા આરોપીની ધરપકડ
પોલીસ સ્ટેશનની અંદર પણ મહિલા કોંગ્રેસની બહેનો દ્વારા આરોપીને લમધારી પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમયે અફરાતફરીનો માહોલ મહિલા પોલીસ સ્ટેશનમાં સર્જાયો હતો. જો કે પોલીસે પણ થોડા સમય માટે મહિલાઓને આક્રોશ ઠાલવવાની તક આપી રહી હોય તે પ્રકારે આરોપીને માર મારવા દેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ મુદ્દે પોલીસ પણ હવે જનતાના આક્રોશને શાંત કરવા માટે ઘણી વખત પારોઠના પગલા લેતી હોય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube