શ્રદ્ધા કે અંધશ્રદ્ધા: કોરોનાને ભગાડવા કર્યા ઉપવાસ, મંદિરોમાં મહિલાના ટોળે ટોળા
દાહોદ જિલ્લાના અનેક ગામોમાં કોરોના વાયરસને ભગાડવા માટે મહિલાઓ ઉપવાસ કરી રહી છે. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા વચ્ચે વહેલી સવારથી અનેક ગામોના મંદિરોમાં પૂજાપાઠ કરવા મહિલાઓના ટોળે ટોળા ઉમટી પડે છે.
હરીન ચાલીહા, દાહોદ: દુનિયા ભરમાં કોરોના વાયરસની મહામારીને લઇને લોકો પરેશાન છે. ત્યારે રાજ્યના દાહોદ જિલ્લામાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના અનેક ગામોમાં કોરોના વાયરસને ભગાડવા માટે મહિલાઓ ઉપવાસ કરી રહી છે. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા વચ્ચે વહેલી સવારથી અનેક ગામોના મંદિરોમાં પૂજાપાઠ કરવા મહિલાઓના ટોળે ટોળા ઉમટી પડે છે.
આ પણ વાંચો:- 2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા ઉપાયો કરી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં 7 દિવસ સુધી ઉપવાસ કરી ગામના 7 મંદિરોના દર્શન કરવાથી કોરોના વાયરસ ભાગી જશે તેવી માન્યતા છે. જેને લઇને જિલ્લાના અનેક ગામોમાં કોરોના વાયરસને ભગાડવા માટે મહિલાઓ ઉપવાસ કરે છે અને વહેલી સવારથી અનેક ગામોના મંદિરોમાં મહિલાઓના ટોળે ટોળા પૂજાપાઠ માટે ઉમટી પડે છે.
આ પણ વાંચો:- ગુજરાતના 9 જિલ્લામાં તીડના ટોળા ફરી વળ્યાં, સરકારી અધિકારીઓ દોડતા થયા
એક બાજુ સરકાર દ્વારા દેશના અર્થતંત્રને વેગ આપવા નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમ સાથે થોડી છૂટછાટ આપી રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં 7 દિવસ સુધી ઉપવાસ કરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા વચ્ચે મહિલાઓ વહેલી સાવરથી મંદિરોમાં પૂજાપાઠ કરવા ઉમટી પડે છે અને કોરોના વાયરસ જાય તેવી મહિલાઓ પ્રાર્થના કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube