અનલૉક-1માં પણ મચ્છી માર્કેટ બંધ રહેતા સુરત મનપા કચેરી ખાતે મહિલાઓના ધરણા
મહિલાઓનુ કહેવું છે કે છેલ્લા ત્રણ મહિનાથી મચ્છી માર્કેટ બંધ રાખવામા આવ્યુ છે. જેને કારણે પરિવારજનોનુ ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયુ છે.
ચેતન પટેલ/સુરતઃ અનલોક વન બાદ સુરતમા સતત કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. જેને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમા કલ્સ્ટર ઝોન જાહેર કરવામા આવ્યા છે. સાથોસાથ જે તે વિસ્તારની શાક માર્કેટ , મચ્છી માર્કેટ પણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેને કારણે સ્થાનિક મચ્છી માર્કેટમા વેચાણ કરતી મહિલાઓ આજે મનપા કચેરી ખાતે પહોંચી હતી અને ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો.
મહિલાઓનુ કહેવું છે કે છેલ્લા ત્રણ મહિનાથી મચ્છી માર્કેટ બંધ રાખવામા આવ્યુ છે. જેને કારણે પરિવારજનોનુ ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયુ છે. જેથી માર્કટ શરુ કરવાની માંગ સાથે મનપા કચેરીની બહાર જ ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. આ સાથે તેઓએ જણાવ્યુ હતુ કે જો માર્કેટ શરુ કરવામા આવશે તો તમામ પ્રકારની ગાઇડલાઇનનુ કડકપણે અમલ કરવામા આવશે.
સુરત APMC માટે કચરો બન્યું કરોડોની કમાણીનું સાધન, જાણો કેવી રીતે
સાથોસાથ વેચાણ પણ સોસિયલ ડિસ્ટેન્સિંગ મુજબ જ કરવામા આવશે તેવી બાહેંધરી પણ આપી હતી. જો માર્કેટ વહેલી તકે શરુ કરવામા નહિ આવશે તો આગામી સમયમા મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર