અમદાવાદ : શહેરમાં અનેક સ્થળે જર્જરીત પાણીની ટાંકીઓ તોડી પાડવામાં આવી રહી છે. જ્યારે કેટલાક સ્થળો પર ટાંકીઓનું સમારકામ હાથ ધરવામાં આવે છે. ત્યારે વસ્ત્રાલનાં રતનપુર ગામ નજીકની એક પાણીની ટાંકીમાં સમારકામની કામગીરી ચલાવવામાં આવી રહી છે. જો કે સમારકામ કરાવી રહેલા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. પાણીની ટાંકી બહાર કામ કરી રહેલા શ્રમીકો દ્વારા જીવના જોખમે સેંકડો ફુટ હવામાં કલરકામ કરવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરનાં બિનકાયદેસર કોલસેન્ટરને સોફ્ટવેર આપનારા અમદાવાદી માસ્ટરમાઇન્ડની ધરપકડ
100 ફુટથી વધારેની ઉંચાઇ ધરાવતી આ પાણીની ટાંકીની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પણ પ્રકારની સુરક્ષા રાખવામાં નથી આવી. શ્રમિકોને હેલમેટ કે મુખ્ય દોરડા ઉપરાંતનું એક અન્ય દોરડૂ બાંધવા જેટલી તસ્દી પણ લેવામાં નથી આવી. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર સહિત AMCની સુપરવિઝન અધિકારીઓ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનનાં કર્મચારીઓ અગાઉ વિવિધ ટાંકીઓ નિશ્ચિત દિશાના બદલે ખોટી દિશાઓમાં તોડી પાડીને પોતાની આવડતનો ઉત્તમ નમુનો તો આપી જ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube