કોંગ્રેસ ધારાસભ્ય ભગવાન ભરવાડના રાજીનામાંથી કાર્યકરોએ કર્યો દેખાવો
કોંગ્રેસ ધારાસભ્ય ભગવાન ભાઇ ભરવાડને ધારાસભ્ય પદેથી બરતરફ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ રસ્તા પર આવી રાજ્યના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા અને કલેક્ટરને આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું.
ગૌરવ પટેલ, અમદાવાદ: તલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગવાન ભાઇ ભરવાડને ધારાસભ્ય પદેથી બરતરફ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ રસ્તા પર આવી રાજ્યના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા અને કલેક્ટરને આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું.
વધુમાં વાંચો: હાઇ એલર્ટ વચ્ચે કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો ઝડપાયો પાકિસ્તાની શખ્સ
અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સમે સુત્રોચાર કરવામાં આવ્યો હતો. અમદાવાદના કોંગ્રેસના ચાર ધારાસભ્યો પણ દેખાવોમાં હાજર રહ્યાં હતા. વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે ગેર બંધારણીય રીતે ભગવાન ભાઇનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.
આવતી કાલથી ધો.10-12ના 18 લાખ વિદ્યાર્થીઓ ત્રીજી આંખની નજર હેઠળ આપશે પરીક્ષા
આવનારા દિવસોમાં રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલને મળી આવેદન પત્ર આપવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, ભાજપ ચૂંટણી નજીક આવતાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માગે છે. પણ લોકોસભામાં કોંગ્રેસ પ્રમુખ શશિકાન્ત પટેલે કહ્યું કે ભારત પાસે જનાધાર નથી માટે કોંગ્રેસ ધારાસભ્યને તોડવાનું અને તેમને ડીસ્ટર્બ કરવાનું કાર્ય કરે છે.